શોધખોળ કરો
ત્રિપુરમાં ભાજપના કયા ત્રણ મોટા નેતા કોંગ્રેસમાં જોડાયા, જાણો તેમના નામ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો દ્વારા તડામારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નેતાઓ ટીકિટ માટે પક્ષ પલ્ટો પણ કરી રહ્યા છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીના નેતા સુબાલ ભૌમિક અને બે બીજા વરિષ્ઠ નેતા મંગળવારના રોજ કોંગ્રેસમાં સામેલ થયા હતાં.
બીજા બે નેતા પૂર્વ મંત્રી પ્રકાશ દાસ અને દેવાશિષ સેન છે. ત્રિપુરા કોંગ્રેસ અધ્યક્ષ પ્રદ્યોત વિક્રમ માણિક્ય દેવબર્મન અને એઆઇસીસી સચિવ ભૂપેન બોરાએ એક મીડિયા કોન્ફરન્સમાં ત્રણેય નેતાઓનું સ્વાગત કર્યું હતું.
ભૌમિક, ભાજપમાં ઉપાધ્યક્ષ પદ પર હતા. તેઓ ભાજપમાં 2015મા સામેલ થયા હતાં. જ્યારે દાસ અને સેન 2017મા ક્રમશ: કોંગ્રેસ અને માર્ક્સવાદ કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયા હતા.
બીજા બે નેતા પૂર્વ મંત્રી પ્રકાશ દાસ અને દેવાશિષ સેન છે. ત્રિપુરા કોંગ્રેસ અધ્યક્ષ પ્રદ્યોત વિક્રમ માણિક્ય દેવબર્મન અને એઆઇસીસી સચિવ ભૂપેન બોરાએ એક મીડિયા કોન્ફરન્સમાં ત્રણેય નેતાઓનું સ્વાગત કર્યું હતું.
ભૌમિક, ભાજપમાં ઉપાધ્યક્ષ પદ પર હતા. તેઓ ભાજપમાં 2015મા સામેલ થયા હતાં. જ્યારે દાસ અને સેન 2017મા ક્રમશ: કોંગ્રેસ અને માર્ક્સવાદ કોમ્યુનિસ્ટ પાર્ટીમાંથી ભાજપમાં સામેલ થયા હતા. વધુ વાંચો