શોધખોળ કરો

Gujarat Election 2022 : AAPનું ગુજરાત મિશન, કેજરીવાલ કરંજથી હાલોલ રોડ શો કરીને સભા ગજવશે

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે કેજરીવાલ હાલોલમાં રોડ શો કરશે.

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે કેજરીવાલ હાલોલમાં રોડ શો કરશે.

ગુજરાતના ભાજપના ગઢને જીતવા માટે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટી ભાજપના ગઢને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. આજે હાલોલની વિઘાનસભાની બેઠક જીતવા માટે તેઓ અહીં રોડ શો યોજવા જઇ રહ્યાં છે. આજે  સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રોડ શો કરશે. કેજરીવાલ વડોદરાથી હાલોલ આવશે અને હાલોલમાં ભવ્ય રોડ શો કરશે.  

હાલોલની બેઠકનું શું છે સમીકરણ

હાલાલની બેઠક પર ભાજપના જયદ્રથસિંહ પરમાર કોગ્રેસનાના અિનસ બારિયા અને આમ આદમી પાર્ટીના ભરત રાઠવા વચ્ચે જંગ છે. દિવસો દરમિયાન ભાજપના હરીફ પક્ષ તરીકે કોંગ્રેસમાં ઉમેદવારો બદલવાના જે સમીકરણો રચાયા અને રાતોરાત આ બેઠક માટે જે રીતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા તે જોતા અહીં આપની સીધી ટ્ક્કર ભાજપ અને અપક્ષ સામે છે. હાલોલ કંજરી ચાર રસ્તા પર કેજરીવાલનું સ્વાગત કરવામાં આવશે અને કેજરીવાલ રોડ અને જનસભા કરીને મતાદાતાને રીઝવવાનો પ્રયાસ કરશે.

આમ આદમી પાર્ટી ગુજરાત જીતવા માટે પ્રયાસમાં કઇ કચાશ રાખવા નથી ઇચ્છતી એક રણનિતી સાથે તે ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટી તરફ મતદાતાને આકર્ષવા માટે દરેક પ્રયાસ કરવામાં આ રહ્યાં છે. આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહ ગુજરાતના પ્રવાસે છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગુજરાતના પ્રવાસે  રહેશે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, 27 વર્ષ બાદ હવે જનતા પરિવર્તન ઇચ્છે છે.  ગુજરાતમાં  ઈસુદાનની સરકાર બનશે.

Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસ મામલે પહેલીવાર બોલ્યા CM કેજરીવાલ, કહ્યું- તે ગુનેગારને તો.........

Delhi Shraddha Murder Case: શ્રદ્ધા મર્ડર કેસમાં દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે, અને હવે આ મુદ્દો રાજકીય થવા લાગ્યો છે, દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલાને પોલીસે પકડી લીધો છે અને ઠેર ઠેરથી સબૂતો એકઠા કરવામા આવી રહ્યાં છે.  પરંતુ હવે આ મુદ્દે નેતાઓ નિવેદનો આપવા લાગ્યા છે. આ પહેલા આસામના સીએમ હેમંત બિસ્વાએ મોટુ નિવેદન આપ્યુ છે, હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ આ મુદ્દે પહેલીવાર પોતાની નિવેદન આપ્યુ છે. 

(AAP) ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસ પર નિવેદન આપતા કહ્યું કે, આ બહુજ દર્દનાક છે અને આને સમાજમાં સહન નથી કરી શકાતુ.  

એબીપી ન્યૂઝના કાર્યક્રમમાં પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે સીએમ કેજરીવાલને પુછવામા આવ્યુ કે દિલ્હીમાં આજકાલ એક મર્ડર કેસની ખુબ ચર્ચા છે, શ્રદ્ધા મર્ડર કેસના આ સવાલ પર નિવેદન આપતા કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં શ્રદ્ધાની સાથે જે થયુ, તે ખરેખર ખરાબ થયુ છે, બહુજ દર્દનાક છે, તે ગુનેગારને તો એવી સજા મળવી જોઇએ કે ભવિષ્યમાં આવુ કરતા પહેલા કોઇપણ કાંપી જાય. આપણા સમાજમાં આ સહન ના કરવામાં આવી શકે. 

આની સાથે જ કેજરીવાલે આ કાર્યક્રમમાં ગુજરાત ચૂંટણીને લઇને પણ કહ્યું કે એપ્રિલમાં જ્યારે પહેલીવાર ગુજરાતમાં આવ્યો ત્યારે મને આ આશા ન હતી કે ગુજરાતમાં અમારા બધા પર આટલો વિશ્વાસ છે. મને દીકરો અને પોતાના ભાઇ માને છે, એકબાજુ બીજેપીનુ ઘમંડ છે, માણસને માણસ નથી સમજતા અને બીજીબાજુ અમારી જનતા જનાર્દન છે, અહીં આપની સરકાર બનશે. 

રામ ગોપાલ વર્માએ આ ટ્વીટ શ્રદ્ધા વોકર મર્ડર કેસ પર કર્યું હતું

શ્રદ્ધા વોકર મર્ડર કેસ પર પોતાનો અભિપ્રાય રાખતા બોલિવૂડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અનેક ટ્વિટ કર્યા છે. રામ ગોપાલ વર્માએ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે- શાંતિથી આરામ કરવાને બદલે તેને (શ્રદ્ધા વોકર) એક આત્મા તરીકે પરત  આવવું જોઈએ અને તેના (આફતાબ પૂનાવાલા)ના 70 ટુકડા કરી દેવા જોઈએ.

અન્ય એક ટ્વિટમાં રામ ગોપાલ વર્માએ એમ પણ લખ્યું છે કે- આ પ્રકારની ક્રૂર હત્યાઓ માત્ર કાયદાના આધારે રોકી શકાતી નથી. પરંતુ જો એવું થાય કે પીડિતોની આત્મા ધરતી પર પરત ફરે અને તેના હત્યારાઓને મારી નાખે તો ચોક્કસ આવી ક્રૂર હત્યાઓ રોકાઈ શકે છે. આ બાબતે હું ભગવાનને વિનંતી કરું છું કે તે આ અંગે વિચાર કરે અને જરૂરી પગલાં લે. આ ટ્વિટ દ્વારા રામ ગોપાલ વર્માએ શ્રદ્ધા વોકરના હત્યારા આફતાબ પૂનાવાલા સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડMansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?Surat Crime : યુવતીએ ફાર્મ હાઉસમાં પડાવ્યા ફોટા, યુવકે મોર્ફ કરી બનાવ્યા અશ્લીલ ફોટા ને પછી તો....Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Violence: મણિપુર ફરી સળગ્યું, સ્થિતિ વણસતાં કેન્દ્ર સરકાર એક્શનમાં, ડીજી CRPF મણિપુર જવા રવાના
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Election 2024: મહારાષ્ટ્રમાં પ્રચાર માટે ગયેલા ભાજપ નેતાની સભામાં ખુરશી ઉછળી, નારેબાજી પણ થઇ, FIR દાખલ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
Heart Attack: લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક, મોત થતાં મહેમાનો સ્તબ્ધ
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
‘હિન્દુઓ પર જે આંગળી ઉઠાવશે તેનું કામ તમામ થઇ જશે’, - ભાજપ MLA સનાતન ધર્મ સંસદમાં ગરજ્યા
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Attack: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ઘર પાસે મોટો હુમલો, હિઝબુલ્લાહે છોડ્યા 2 રૉકેટ
Embed widget