શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
UPમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, જાણો અખિલેશ યાદવ સામે કોને આપી ટિકિટ
લખનઉઃ ભાજપે લોકસભા ચૂંટણીને લઈ મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના 6 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. મુંબઈ નોર્થ ઇસ્ટથી મનોજ કોટકને ટિકિટ આપવામાં આવી છે. હાલ મુંબઈ નોર્થ ઇસ્ટ સીટ પરથી કિરીટ સોમૈયા સાંસદ છે. ઉત્તરપ્રદેશની મૈનપુરી સીટ પરથી સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા મુલાયમ સિંહ યાદવ સામે પ્રેમ સિંહ શાક્યને ઉતાર્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આઝમગઢ સીટ પરથી ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ને ટિકિટ આપીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. આ સીટ પરથી ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ચૂંટણી લડી રહ્યા છે.
કોણ છે દિનેશ લાલ યાદવ
દિનેશ લાલ યાદવ યુપીના ગાઝીપુરના ટંડવા ગામનો રહેવાસી છે. તેનો ભાઈ વિજય લાલ યાદવ જાણીતો બિરહા ગાયક છે. દિનેશ લાલ યાદવ ‘નિરહુઆ’ પણ ફિલ્મોમાં આવતા પહેલા બિરહા ગાયક હતો. તેનું બાળપણ અનેક મુશ્કેલીમાં પસાર થયું હતું. પિતા કોલકાતામાં કામ કરતા હતા અને ખૂબ ઓછા પગારમાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દિનેશને મળેલા ઉપનામ નિરહુઆની કહાની પણ રોચક છે. 2004માં તેમનું આલ્બમ રિલીઝ થયું હતું, જેનું નામ ‘નિરહુઆ’ સટલ રહે હતું. આ આલ્બમ હિટ રહ્યું હતું અને તે બાદ તેણે આ નિરહુઆ નામ અપનાવી લીધું હતું.
‘નિરહુઆ’ નામે બદલી કિસ્મત
નિરહુઆ નામ જોડાતાં જ તેની કિસ્મત ખુલી ગઈ હતી. તેને સતત નિરહુઆ સીરિઝની ફિલ્મો ઓફર થવા લાગી અને બધી ફિલ્મો સફળ રહી હતી. નિરહુઆ હિંદુસ્તાની પૂર્વાંચલ તથા બિહારમાં ઘરે ઘરે જાણીતું નામ બની ગયું હતું. નિરહુઆને યૂપી સરકાર યશ ભારતીથી સન્માનિત કરી ચુકી છે.
BJPમાં સામેલ થયા બાદ અપાઇ Y+ સુરક્ષા
થોડા દિવસો પહેલા ફિલ્મ અભિનેતા દિનેશ લાલ યાદવે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કર્યા બાદ ભાજપમાં સામેલ થયા હતા. બીજેપીમાં સામેલ થયા બાદ બિરહુઆને વાઇ પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. સ્થાનિક ઇન્ટેલીજન્સના રિપોર્ટ બાદ તેને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
BJP releases 16th list of 6 candidates in Maharashtra and Uttar Pradesh for #LokSabhaElections2019 . Manoj Kotak to contest from Mumbai North East (where Kirit Somaiya is the sitting MP), Dinesh Lal Yadav 'Nirhua' to contest from Azamgarh (UP) against SP's Akhilesh Yadav. pic.twitter.com/uQvwJpGRSl
— ANI (@ANI) April 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion