શોધખોળ કરો
Advertisement
કમલનાથે ભોપાલમાં RSS કાર્યાલયથી હટાવી સુરક્ષા તો નારાજ થયા કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, જાણઓ શું કહ્યું.....
ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યાલયની સુરક્ષા હટાવ્યા બાદ કોંગ્રેસની અંદરજ ખેંચતઆમ જોવા મળી છે. મુખ્યમંત્રીએ આરએસએસ કાર્યાલયની સુરક્ષા હટાવી દીધી હતી. ત્યાર બાદ દિગ્વિજય સિંહે મુખ્યમંત્રી પર સવાલ ઉઠાવ્યા. દિગ્વિજય સિંહે ટ્વીટ કરી સંઘ કાર્યાલયની સુરક્ષા ફરી આપવા અપીલ કરી છે.
સોમવારે મોડી રાત્રે કમલનાથ સરકાર તરફથી ભોપાલમાં આવેલ આરએસએસ કાર્યાલય પરથી સુરક્ષા હટાવવાની વાત કરી હતી. જ્યારે મોડી રાતથી આરએસએસના કાર્યાલય પરથી સુરક્ષા દૂર થવાની શરૂઆત થઇ ગઇ હતી. ભોપાલમાં આવેલ આરએસએસનું કાર્યાલય મધ્યપ્રદેશ અને છત્તીસગઢનું મુખ્ય કેન્દ્ર છે.
જો કે ભોપાલ બેઠકના કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર દિગ્વિજય સિંહે આ નિર્ણયનો વિરોધ કર્યો છે. દિગ્વિજય સિંહે ટવિટ કરી જણાવ્યું કે ભોપાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય પરથી સુરક્ષા હટાવવાનો નિર્ણય યોગ્ય નથી. હું મુખ્યમંત્રી કમલનાથજીને અનુરોધ કરુ છું કે આરએસએસ કાર્યાલય પર સુરક્ષા પરત કરવાનો આદેશ આપે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement