શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાહુલ ગાંધી કેરલની વાયનાડ બેઠક પરથી પણ લડશે ચૂંટણી, અમિત શાહ બોલ્યા- હારના ડરે રાહુલ કેરલ ભાગ્યા
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ને લઈને રાજકીય પક્ષો તરફથી પોતાના મતદારોને આકર્ષવાની સાથે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવવાનું શરૂ છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના અમેઠીની સિવાય કેરલના વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડવાને લઈને નિશાન સાધ્યું છે.
ઉત્તર પ્રદેશના ધામપુર ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, રાહુલ ગાંધી અમેઠીમાં હારના ડરથી કેરલના વાયનાડ ભાગી રહ્યા છે, જેના કારણે મતોનું ધ્રુવિકરણ કરીને જીત મેળવી શકાય. શાહે હિન્દુ આતંકવાદને લઈને પણ કોંગ્રેસ પાર્ટીને આડેહાથ લીધી હતી. અમિત શાહે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યું કે, "મેં હમણાં વોટ્સએપમાં વાંચ્યું કે રાહુલ ગાંધી અમેઠીને પાછળ મૂકીને કેરળ તરફ દોડી ગયા છે. તેઓ કેરળ કેમ ભાગી ગયા? તમે બધા લોકો જાણો છો કે આ વખતે અમેઠીથી રાહુલ ગાંધી જીતવાના ન હતા. આથી તેઓ ધ્રુવિકરણનું રાજકારણ કરવા માટે કેરળ ગયા છે."Amit Shah in Nagina: I read on WhatsApp that Rahul Gandhi has run towards Kerala, leaving Amethi behind. Why has he escaped to Kerala? All of you know that this time Rahul Gandhi is done for in Amethi. So he is going to Kerala in a bid to win on the politics of polarisation. pic.twitter.com/F0Eyj94s1L
— ANI UP (@ANINewsUP) March 31, 2019
રાહુલ ગાંધીએ કહ્યું- મોદી 15 લાખ નથી આપી શક્યા પણ અમે 72 હજાર આપીશું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ગેજેટ
Advertisement
gujarati.abplive.com
Opinion