Congress Candidate List: કોંગ્રેસે મહારાષ્ટ્રમાં વધુ બે ઉમેદવાર કર્યા જાહેર, મુંબઈની સીટો પર નથી ખોલ્યા પત્તા
Congress: મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ હેઠળ કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે. અગાઉની ત્રણ યાદીઓમાં કોંગ્રેસે તેના ક્વોટામાંથી 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
![Congress Candidate List: કોંગ્રેસે મહારાષ્ટ્રમાં વધુ બે ઉમેદવાર કર્યા જાહેર, મુંબઈની સીટો પર નથી ખોલ્યા પત્તા Congress Candidate List Congress announces 2 candidates in Maharashtra till no announcement for Mumbai Congress Candidate List: કોંગ્રેસે મહારાષ્ટ્રમાં વધુ બે ઉમેદવાર કર્યા જાહેર, મુંબઈની સીટો પર નથી ખોલ્યા પત્તા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/7b17b6981465c752c614080c793024441712405940919211_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maharashtra Congress Candidate List: કોંગ્રેસે મહારાષ્ટ્રમાં વધુ બે બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી છે. શોભા દિનેશને ધુલે બેઠક પરથી અને કલ્યાણ કાલેને જાલના બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર માટે કોંગ્રેસની આ ચોથી યાદી છે. કલ્યાણ કાલેનો મુકાબલો ભાજપના રાવ સાહેબ દાનવે સાથે થશે. જ્યારે શોભા ભાજપના શુભાષ ભામરે સામે મેદાનમાં છે. મુંબઈ બેઠકો માટેના ઉમેદવારોના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી.
કોંગ્રેસે 17માંથી 15 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા
મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ હેઠળ કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે. અગાઉની ત્રણ યાદીઓમાં કોંગ્રેસે તેના ક્વોટામાંથી 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ચોથી યાદીમાં વધુ બે નામો સાથે કુલ 15 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ વધુ બે બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
કોંગ્રેસ આ બેઠકો પર ચૂંટણી લડશે
સીટની વહેંચણીમાં કોંગ્રેસને નંદુરબાર, ધુલે, અકોલા, અમરાવતી, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર, ચંદ્રપુર, નાંદેડ, જાલના, મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ ઉત્તર, પુણે, લાતુર, સોલાપુર, કોલ્હાપુર અને રામટેક બેઠકો મળી છે.
આ સીટો પર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી લડી રહી છે
મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સૌથી વધુ 21 સીટો પર ચૂંટણી લડી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ તેમના ક્વોટાની તમામ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. શિવસેના (UBT) એ જલગાંવ, પરભણી, નાસિક, પાલઘર, કલ્યાણ, થાણે, રાયગઢ, માવલ, ઉસ્માનાબાદ, રત્નાગીરી-સિંધુદુર્ગ, બુલઢાણા, હટકનાંગલે, ઔરંગાબાદ, શિરડી, સાંગલી, હિંગોલી, યવતમાલ- વાશિમ, મુંબઈ દક્ષિણ, મુંબઈ ઉત્તર પશ્ચિમ અને મુંબઈ ઉત્તર પૂર્વ બેઠકો આપવામાં આવી છે.
શરદ પવારના ખાતામાં કઈ સીટો છે?
જ્યારે શરદ પવારની પાર્ટી બારામતી, શિરુર, સતારા, ભિવંડી, ડિંડોરી, માધા, રાવેર, વર્ધન, અહમદનગર દક્ષિણ અને બીડ બેઠકો પર ચૂંટણી લડશે. શરદ પવારે તેમના ક્વોટાની 10માંથી 9 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)