BJP Candidate List 2023: ભાજપે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ઉમેદવારો કર્યા જાહેર, જાણો કેટલા સાંસદોને ઉતાર્યા મેદાનમાં
ભાજપે રાજસ્થાનમાં 41 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે છત્તીસગઢમાં 64 અને મધ્ય પ્રદેશમાં 57 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢ માટે બીજેપીની આ બીજી અને મધ્યપ્રદેશ માટે ત્રીજી યાદી છે.
Elections 2023: 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે સોમવારે (9 ઓક્ટોબર) છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે યાદી જાહેર કરી.
ભાજપે રાજસ્થાનમાં 41 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે છત્તીસગઢમાં 64 અને મધ્ય પ્રદેશમાં 57 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. છત્તીસગઢ માટે બીજેપીની આ બીજી અને મધ્યપ્રદેશ માટે ત્રીજી યાદી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને મધ્યપ્રદેશના બુધનીથી ટિકિટ આપવામાં આવી છે. દતિયાથી ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
રાજસ્થાનમાં કોને આપવામાં આવી ટિકિટ?
રાજસ્થાનના સવાઈ માધોપુરથી રાજ્યસભા સાંસદ કિરોડીલાલ મીણાને ટિકિટ આપવામાં આવી છે. સાંસદ ભગીરથ ચૌધરી, બાલકનાથ, નરેન્દ્ર કુમાર અને દેવજી પટેલ પટેલને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડને જયપુરથી ટિકિટ આપવામાં આવી છે.
રાજસ્થાનની આ યાદીમાં 19 બેઠકો એવી છે જેમાં બીજેપી ક્યારેય જીતી શકી નથી. છેલ્લી ચૂંટણીમાં બાકીની બેઠકો પર ભાજપનો પરાજય થયો હતો. વસુંધરા રાજેના નજીકના વિશ્વાસુ નરપત સિંહ રાજવીની ટિકિટ રદ્દ કર્યા બાદ ભાજપે વિદ્યાધર નગરથી દિયા કુમારીને મેદાનમાં ઉતાર્યા છે.
રાજસ્થાનમાંથી 6 સાંસદોને મેદાનમાં ઉતારવામાં આવ્યા
વિદ્યાનગરથી સાંસદ દિયા કુમારી રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ કિરોરી લાલ મીણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય સાંસદ ભગીરથ ચૌધરી, સાંસદ બાલકનાથ, સાંસદ નરેન્દ્ર કુમાર,જયપુરથી રાજ્યવર્ધન સિંહ અને સાંસદ દેવજી પટેલને ટિકિટ આપવામાં આવી છે. રાજસ્થાનની આ યાદીમાં 19 બેઠકો એવી છે જેમાં ભાજપ ક્યારેય જીતી શકી નથી. વસુંધરા રાજેના નજીકના મિત્ર નરપત સિંહ રાજવીની ટિકિટ રદ કરીને ભાજપે વિદ્યાધર નગરથી દિયા કુમારીને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે રાજસ્થાન કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ વિશ્નોઈને કોર્નર કરવા સાંસદ દેવજી પટેલને મેદાનમાં ઉતાર્યા છે. રાજસ્થાનના પીઢ જાટ નેતા અને રાજ્ય સરકારના મંત્રી લાલચંદ કટારિયાને ઘેરવા માટે રાજ્યવર્ધન સિંહ રાઠોડને મેદાનમાં ઉતાર્યા.
BJP releases a list of 64 candidates for the upcoming election in Chhattisgarh. pic.twitter.com/TMQqqjyXJ2
— ANI (@ANI) October 9, 2023
છત્તીસગઢમાંથી 3 સાંસદોને ટિકિટ મળી
છત્તીસગઢથી 3 સાંસદોને ટિકિટ આપવામાં આવી છે. આમાં સૌથી ચોંકાવનારું નામ છે સાજામાંથી ઈશ્વર સાહુનું. બે કોમ વચ્ચેના ઝઘડામાં ઈશ્વર સાહુના પુત્રની હત્યા કરવામાં આવી હતી. પૂર્વ કલેક્ટર ઓપી ચૌધરીને રાયગઢથી ટિકિટ મળી છે. પ્રદેશ પ્રમુખ અરુણ સાવ લોરમીથી ચૂંટણી લડશે. પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહ રાજનાંદ ગામથી ચૂંટણી લડશે.
BJP releases a list of 41 candidates for the upcoming election in Rajasthan.
— ANI (@ANI) October 9, 2023
Rajyavardhan Singh Rathore to contest from Jhotwara, Diya Kumari from Vidhyadhar Nagar, Baba Balaknath from Tijara, Hansraj Meena from Sapotra and Kirodi Lal Meena to contest from Sawai Madhopur. pic.twitter.com/S68CstH35Y
મધ્યપ્રદેશમાં ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી
મધ્યપ્રદેશમાં ભાજપે 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણ બુધનીથી, રાજ્યના એચએમ નરોત્તમ મિશ્રા દતિયાથી, ગોપાલ ભાર્ગવ રેહલીથી, વિશ્વાસ સારંગ નરેલાથી અને તુલસીરામ સિલાવત સાંવરથી ચૂંટણી લડશે
BJP releases a list of 57 candidates for the upcoming election in Madhya Pradesh. pic.twitter.com/yagzbAocGk
— ANI (@ANI) October 9, 2023