શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચૂંટણી પંચે કૉંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુના પ્રચાર કરવા પર લગાવ્યો 72 કલાકનો પ્રતિબંધ
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુના પ્રચાર કરવા પર ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. સિદ્ધુ આગામી 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે.
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુના પ્રચાર કરવા પર ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. સિદ્ધુ આગામી 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે.
બિહારમાં જનતાને સંબોધન કરતા સમયે આપવામાં આવેલા નિવેદનને લઈને ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. ભાજપે સિદ્ધુ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. મંગળવારે સવારે 10 વાગ્યાથી પ્રતિબંધ લાગુ થઈ જશે. આ દરમિયાન સિદ્ધુ ન તો કોઈ ચૂંટણી સભાને સંબોધન કરી શકશે, ન તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે અને કોઈને ઈન્ટરવ્યૂ પણ નહી આપી શકે.Election Commission of India bars Punjab Minister Navjot Singh Sidhu from holding any public meeting, road show, public rally & interviews in media in connection with ongoing elections, for 72 hours from 10 am on 23 April 2019. #LokSabhaElections2019 pic.twitter.com/VqPOjAAOg2
— ANI (@ANI) April 22, 2019
બિહારના કટિહારમાં એક જનસભાને સંબોધન કરતા સિદ્ધુએ મુસ્લિમ મતદાતાઓને કહ્યું હતું કે તમે અહીં લધુમતીમાં છો પરંતુ તમારી સંખ્યા વધારે છે. નવજોત સિહં સિદ્ધુએ કહ્યું કે તમારામાં એકતા હશે તો ઉમેદવાર તારિક અનવરને કોઈ નહી હરાવી શકે. આ રેલીમાં સિદ્ધુએ કહ્યું હતું કે અહીં જ્ઞાતીઓમાં ભાગલા પાડવાનું રાજકારણ થઈ રહ્યું છે.Election Commission has issued the notice over violation of Model Code of Conduct by Punjab Minister Navjot Singh Sidhu; condemning the statements made by him during election campaign held at Barsoi & Barari of Katihar District in Bihar. https://t.co/TFD5V52Hm3
— ANI (@ANI) April 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion