Gujarat Lok Sabha Election Results 2024 Live: ગુજરાતમાં ભાજપે ગુમાવી એક બેઠક, બનાસકાંઠા પરથી ગેનીબેનની જીત
Gujarat Lok Sabha Election Results 2024 Live: ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે.
LIVE
Background
Gujarat Lok Sabha Election Results 2024 Live: આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. ગુજરાતની 26 બેઠકમાંથી બીજેપી સુરત બેઠક બિનહરિફ જીતી ચૂકી છે ત્યારે રાજ્યની 25 બેઠકોના પરિણામ જાહેર કરાશે. તમામ નજર બનાસકાંઠા બેઠક પર રહેશે. અહી કોગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડી રહ્યા છે અને એક્ઝિટ પોલમાં તેમની જીતની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.
પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થયું હતું
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થયું હતું.
બીજો તબક્કામાં 26 એપ્રિલે 89 બેઠકો પર મતદાન થયું હતું
બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. દેશની 89 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
ત્રીજા તબક્કામાં 7મેના રોજ 94 બેઠકો પર મતદાન થયું હતું
ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
ચોથા તબક્કામાં 13 મેના રોજ 96 બેઠકો પર મતદાન થયું હતું
ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
પાંચમા તબક્કામાં 20 મેના રોજ 49 બેઠકો પર મતદાન થયું હતું
પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થયું હતું. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 57 બેઠકો પર મતદાન થયું હતું
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થયું હતું. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું.
સાતમા તબક્કામાં 57 સીટો પર 1 જૂને મતદાન થયું હતું
સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થયું હતું. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થયું હતું. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થયું હતું.
ગુજરાતમાં ખુલ્યું કોંગ્રેસનું ખાતું
ગુજરાતમાંથી કોંગ્રેસ માટે સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા સીટ પરથી ગેનીબેન ઠાકોરની જીત થઈ છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે ટ્વીટ કરીને ગેનીબેન ઠાકોરને અભિનંદન પાઠવ્યા છે.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત
દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીના પણ પરિણામો જાહેર થઈ રહ્યા છે. ખંભાત, અને પોરબંદર બેઠક પર ભાજપની જીત થઈ છે. હવે વાઘોડિયા બેઠક પર પણ ભાજપે જીત મેળવી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ધર્મન્દ્રસિંહને 1,26,905 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના કનુભાઈ ગોહિલને 45,144 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપની 81,761 મતથી જીત થઈ છે.
Gujrat Election Result: કેન્દ્રમાં ભારતની ગઠબંધન સરકાર રચાશે - ઇસુદાન
વડોદરા લોકસભામાં ભાજપ આગળ
વડોદરા લોકસભામાં ભાજપ આગળ
ડો.હેમાંગ જોશી -ભાજપ- 867442 મત
જસપાલસિંહ પઢીયાર -કોંગ્રેસ- 288337 મત
ભાજપ 579071 મતથી આગળ
નર્મદામાં ભાજપ આગળ
નર્મદામાં
18માં રાઉન્ડના અંતે
ભાજપ મનસુખભાઇ વસાવા - 5,69,813
આપ ચૈતર વસાવા - 4,61,747
ભાજપના મનસુખભાઇ વસાવા - 1,08,066 મતથી આગળ
Nota - 20,840
કુલ અત્યાર સુધી 10,91,587 મતની ગણતરી પૂર્ણ