શોધખોળ કરો
હરિયાણામાં કોંગ્રેસ એલર્ટ, વિજેતા ઉમેદવારોને બોલાવાશે દિલ્હી
હરિયાણામાં કોઇ પાર્ટીને બહુમત ન મળવાની સ્થિતિમાં તોડ-જોડની ચર્ચા થવા લાગી છે. કોંગ્રેસ એલર્ટ થઈ ગઈ છે અને સૂત્રોના કહેવા મુજબ વિજેતા તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવાયા છે.
![હરિયાણામાં કોંગ્રેસ એલર્ટ, વિજેતા ઉમેદવારોને બોલાવાશે દિલ્હી Haryana Assembly Election Result 2019 Live Updates Congress calls winning candidate to delhi હરિયાણામાં કોંગ્રેસ એલર્ટ, વિજેતા ઉમેદવારોને બોલાવાશે દિલ્હી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/24141855/haryana-congress.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હરિયાણાઃ હરિયાણામાં હાલ ભાજપ અને કોંગ્રેસ બંને 35-35 બેઠક પર સાથે ચાલી રહ્યા છે. જેપીપી અને અન્ય પાર્ટી 10-10 સીટ પર આગળ છે. પાર્ટીના અનેક દિગ્ગજ નેતા હારી જાય તેવી શક્યા છે. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ સુભાષ બરાલાએ રાજીનામું આપ્યું છે. બરાલા ખુદ ટોહના સીટથી ચૂંટણી હારી ગયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમિત શાહે સુભાષ બરાલાને પાર્ટીના ખરાબ પ્રદરશન માટે ફટકાર લગાવી છે.
હરિયાણામાં કોઇ પાર્ટીને બહુમત ન મળવાની સ્થિતિમાં તોડ-જોડની ચર્ચા થવા લાગી છે. કોંગ્રેસ એલર્ટ થઈ ગઈ છે અને સૂત્રોના કહેવા મુજબ વિજેતા તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવાયા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલા કૈથલ સીટથી ચૂંટણી હારી ગયા છે. ભાજપના લીલા રામે તેમને 567 મતથી હરાવ્યા છે. હરિયાણા ભાજપના નાણા મંત્રી અને દિગ્ગજ નેતા કેપ્ટન અભિમન્યુ નારનૌંદ પણ ચૂંટણી હારી ગયા છે.
હરિયાણામાં ભાજપને ઝટકો, JJPએ કહ્યું- કિંગમેકર નહીં, કિંગ બનીશું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)