શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લોકસભા ચૂંટણીઃ બનાસકાંઠામાં ભાજપની ટીકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આંકડો જાણીને ચોંકી જશો
![લોકસભા ચૂંટણીઃ બનાસકાંઠામાં ભાજપની ટીકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આંકડો જાણીને ચોંકી જશો Lok Sabha 2019 elections: 35 BJP candidates demand Lok Sabha ticket for Banaskantha Constituency લોકસભા ચૂંટણીઃ બનાસકાંઠામાં ભાજપની ટીકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આંકડો જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/16123030/BJP2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાલનપુર: ભાજપે લોકસભાની ચૂંટણી માટે 11 બેઠકો પર સેન્સની પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેમાં પક્ષના કેટલાંક સીનિયર નેતાઓની સાથે સાથે વર્તમાન સાંસદોએ પણ દાવેદારી નોંધાવી છે. બેઠક પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના નિરીક્ષકો સમક્ષ 35 જેટલા દાવેદારોએ ટીકિટ માંગી છે. સાંસદ લીલાધર વાઘેલાની સાથે બનાસકાંઠાના સાંસદ હરિભાઈ ચૌધરીએ પણ દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ ચૌધરી સમાજના સભ્યોએ દાવેદારી નોંધાવી છે.
જ્યારે સામે ઠાકોર સમાજના સભ્યોએ પણ દાવેદારી નોંધાવી છે અને જો ઠાકોર સમાજમાંથી કોઈને ટીકિટ આપવામાં નહીં આવે તો ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે. આ ઉપરાંત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ચેરમેન અને બિલ્ડર તથા ઈસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ટીકિટ માટે પણ તેમના સમર્થકો રજૂઆત કરશે. સાધ્વી નિર્મલપુરી પણ સાધુ સંતો સાથે નિરીક્ષકો સામે આવી પહોંચ્યા હતા અને ટીકિટ માટે દાવેદારી નોંધાવી છે.
ભાજપ તરફથી હરિભાઈ ચૌધરી, શંકર ચૌધરી, કેશાજી ચૌહાણ, પરથી ભટોળ અને શશીકાંત પડ્યાએ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત બીજના ઘણાં દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
![લોકસભા ચૂંટણીઃ બનાસકાંઠામાં ભાજપની ટીકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આંકડો જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/16122914/BJP-300x225.jpg)
![લોકસભા ચૂંટણીઃ બનાસકાંઠામાં ભાજપની ટીકિટ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો, આંકડો જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/16122920/BJP1-300x225.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
સમાચાર
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)