શોધખોળ કરો
Advertisement
અલ્પેશ ઠાકોરે લોકસભા ચૂંટણી લડવા અંગે શું કરી જાહેરાત ? જાણો વિગત
બનાસકાંઠાઃ બનાસકાંઠાના લાખણી ખાતે આજે ઠાકોર સમાજ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના ઠાકોર સમાજના આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા.
જેમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કોઈપણ સમાજનો વિકાસ માત્રને માત્ર શિક્ષણ થકી જ છે. ઠાકોર સમાજ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તે માટે તમામ ઠાકોર સમાજના આગેવાનો એક થયા છે. ઠાકોર સમાજ દ્વારા કન્યા છાત્રાલય અને શાળા સંકુલનું આજે ખાતમૃહુત કરાયું હતું. જેમાં અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદનો આવતો બે માસનો પગાર આપવાની જાહેરાત કરી હતી.
વાંચોઃ કોંગ્રેસના ક્યા ઠાકોર આગેવાને લોકસભા ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત, જાણો વિગત
આ ઉપરાંત અલ્પેશ ઠાકોરના નામ મામલે બે દિવસ અગાઉ પાલનપુરમાં હોબાળો મચ્યો હતો. લોકસભાની ટિકિટને લઈ ઠાકોર સમાજની બેઠકમાં કેટલાક આગેવાનોએ અલ્પેશ ઠાકોર આયાતી ઉમેદવાર હોવાનું જણાવતાં ઠાકોર સેના અને ઠાકોર સમાજ આમને-સામને આવી ગયો હતો. આ મામલે આજે અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેઓ બનાસકાંઠામાંથી ચૂંટણી લડવાના નથી અને તેઓ બનાસકાંઠાની બેઠક પર ઉમેદવાર પણ નથી. બે દિવસ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion