શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે આ જાણીતા ક્રિકેટરને આપી ટિકિટ, જાણો વિગત
લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ ઝારખંડના ધનાબાદ અને ખૂંટી બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસ ઝારખંડના ધનાબાદ અને ખૂંટી બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ધનાબાદથી જાણીતા પૂર્વ ક્રિકેટર કિર્તી આઝાદ અને ખૂંટીથી કાલીચરન મુંડાને ટિકિટ આપવામાં આવી છે. કિર્તી આઝાદ થોડા મહિના પહેલા ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે કીર્તિ આઝાદના શાનદાર પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયા 1983ના વર્લ્ડકપની સેમીફાઇનલ જીત્યું હતું. સેમીફાઇનલમાં તેણે ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન ઇયાન બોથમને આઉટ કર્યો હતો. કીર્તિ આઝાદ ભારત તરફથી સાત ટેસ્ટ અને 25 વનડે રમી ચુક્યા છે.Jharkhand: Kirti Azad and Kalicharan Munda to contest for Congress from Dhanbad and Khunti respectively. #LokSabhaElections2019 pic.twitter.com/ejYSApmzeI
— ANI (@ANI) April 8, 2019
ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં 14 બેઠક માટે ચાર તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મે ના રોજ ચૂંટણી યોજાવાની છે. 12 મે ના રોજ ધનબાદ, જમશેદપુર, સિંહભૂમ, ગિરીડીહમાં મતદાન થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion