શોધખોળ કરો
Advertisement
PM મોદી સામે વારાણસીથી પ્રિયંકા ગાંધી લડી શકે છે ચૂંટણી, જાણો વિગત
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રિયંકાએ ખુદ ચૂંટણી લડવા હા પાડી દીધી છે પરંતુ અંતિમ ફેંસલો કોંગ્રેસ અધ્યક્ષ અને તેના ભાઈ રાહુલ ગાંધી તથા માતા સોનિયા ગાંધીએ લેવાનો છે.
લખનઉઃ કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વારાણસીથી પીએમ મોદી સામે ચૂંટણી લડી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રિયંકાએ ખુદ ચૂંટણી લડવા હા પાડી દીધી છે પરંતુ અંતિમ ફેંસલો કોંગ્રેસ અધ્યક્ષ અને તેના ભાઈ રાહુલ ગાંધી તથા માતા સોનિયા ગાંધીએ લેવાનો છે.
પાર્ટી મહાસચિવ બન્યા બાદ પ્રિયંકા ઘણી સક્રિય થઈ છે અને સતત પાર્ટી માટે યુપીના વિવિધ વિસ્તારમાં પ્રચાર કરી રહી છે. થોડા દિવસો પહેલા એક સમર્થકના સવાલ પર તેમણે વારાણસીથી મોદી સામે ચૂંટણી લડવાની વાત પણ કરી હતી.
લોકસભા ચૂંટણીમાં મોદી લહેર છતાંપણ તેમના જીતનાં અંતરને જોતા પાર્ટીનાં રણનૈતિક સક્રિય થઇ ગયા છે. તેમનો તર્ક છે કે જેમ રાહુલને અમેઠીમાં બીજેપી ઘેરી રહી છે. તેવી જ રીતે મોદીને વારાણસીમાં ઘેર્યા છે. આ અંગે હજી છેલ્લો નિર્ણય લેવાનો બાકી છે. મહત્વનું છે કે આ નિર્ણય પહેલા સપા-બસપા સાથે વાતચીત કરીને તેમને આ બેઠક પર સમર્થનની વાત કરશે.
2014નાં લોકસભા ચૂંટણીમાં દિલ્હીથી વારાણસી ગયેલા આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલને પીએમ મોદીએ 1 લાખથી વધારેનાં અંતરથી હરાવ્યાં હતાં. આ બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર અજય રાય ત્રીજા સ્થાન પર હતા.
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું, જાણો વિગત
લોકસભા ચૂંટણી 2019 : PM મોદી આગામી 17-18 એપ્રિલે ગુજરાતમાં કરશે પ્રંચડ પ્રચાર , જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement