શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘પ્રિયંકા ગાંધી પહેલા માર્કેટમાં આવી હોત તો તેને મારી ફિલ્મમાં હીરોઇન બનાવી દેત’, જાણો કોણે આપ્યું આવું વિવાદાસ્પદ નિવેદન
લખનઉઃ શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું છે. વસીમ રિઝવીએ કહ્યું કે, જો પ્રિયંકા ગાંધી પહેલા માર્કેટમાં આવી હોત તો હું તેને મારી ફિલ્મમાં હીરોઇન બનાવી દેત.
રિઝવીએ કહ્યું કે, મારી નજરમાં તે સુંદર લેડી છે અને કોઈની પણ સુંદરતાની પ્રશંસા કરવી ખોટું નથી. જ્યારે અમે અમારી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તે સમયે જો માર્કટમાં આવત તો અમે એક મુસ્લિમ છોકરીનો રોલ તેને ઓફર કરત. અમે તે સમયે એક મુસ્લિમ છોકરી શોધી રહ્યા હતા અને રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી મુસલમાન છે.
પ્રિયંકા ગાંધી હાલ અમેઠીના પ્રવાસે છે. જ્યાં તેમણે ગઇકાલે મોટી સંખ્યામાં બૂથ અધ્યક્ષો સાથે વાત કરી હતી. પ્રિયંકાએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કરતા કહ્યું કે કેટલાંક લોકો માત્ર ચૂંટણી માટે અમેઠી આવે છે અને ચાર કલાકમાં જતા રહે છે. અમેઠી અમારું ઘર અને પરિવાર છે. પ્રિયંકા ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું કે આ વખતે સમગ્ર દેશમાં પ્રચાર માટે જવાનું છે, તેથી અમેઠીમાં વધુ સમય ન આપી શકે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના ચૂંટણી લડવા અંગે મોટું નિવેદન આપતાં કહ્યું કે જો પાર્ટી કહેશે તો તે જરૂરથી ચૂંટણી લડશે. જો કે તેઓએ કહ્યું કે મેં હાલ આ મામલે મેં કંઈ નક્કી નથી કર્યું પરંતુ પાર્ટી કહેશે તો જરૂરથી ચૂંટણી લડીશ. આ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં પ્રિયંકાએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી દેશને બચાવવાની ચૂંટણી છે. આ દરમિયાન તેઓએ વડાપ્રધાન મોદી પર જોરદાર પ્રહાર કર્યાં. તેઓએ કહ્યું કે જે લોકો બ્લફ કરે છે તેઓ આરોપ લગાવે છે. પ્રિયંકાએ એમ પણ કહ્યું કે, જો કોંગ્રેસની સરકાર બની તો રાહુલ ગાંધી જ વડાપ્રધાન બનશે. પ્રિયંકાએ સ્પષ્ટતા કરી હતી કે રાહુલ જ કોંગ્રેસના પીએમ પદના ઉમેદવાર છે.
અમેઠીમાં પ્રિયંકા ગાંધીનો હુંકાર, કહ્યું- આ વખતે ભાઈ રાહુલ જ બનશે પ્રધાનમંત્રી
IPL 2019: કોલકાતા-પંજાબની મેચમાં બોલરની ભૂલ ન હોવા છતાં એમ્પાયરે આપ્યો નો બોલ, જાણો શું છે મામલો
મલાઇકા-અર્જુનના લગ્નની તારીખ આવી સામે, આ દિવસે લઇ શકે છે 7 ફેરા
8 રાજ્યોની 126 સીટો પર 2014ની તુલનામાં ભાજપને નુકસાન? જુઓ સર્વેના આંકડા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion