શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં મોટો નક્સલી હુમલો, પેટ્રૉલિંગ કરતી પોલીસ વાન પર નક્સલીઓએ IED ફેંક્યા, 16 જવાન શહીદ
IED બ્લાસ્ટ દ્વારા જવાનોના કાફલા પર નક્લીઓએ હુમલો કર્યો છે, જેમાં 16 જવાન શહીદ થયા છે. આ હુમલામાં જે જવાન ઘાયલ થયા છે તે મહારાષ્ટ્રની C60 ફોર્સના કમાન્ડો છે

ગઢચિરૌલીઃ મહારાષ્ટ્રનું ગઢચિરૌલી ફરી એકવાર બ્લાસ્ટથી ધણધણી ઉઢ્યુ છે. ગઢચિરૌલીમાં નક્સલીઓએ પોલીસ વાન પર હુમલો કર્યો જેમાં 16 કમાન્ડો શહીદ થયાના સમાચાર છે. સુત્રો અનુસાર, IED બૉમ્બ દ્વારા જવાનોના કાફલા પર નક્લીઓએ હુમલો કર્યો છે, આ બ્લાસ્ટમાં 16 જવાનો શહીદ થયા હતા, હુમલામાં જે જવાનો શહીદ થયા હતા તે મહારાષ્ટ્રની C60 ફોર્સના કમાન્ડો હતા. પોલીસની જે વાન પર હુમલો થયો હતો તેમાં કુલ 16 જવાનો સવાર હતા. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આજે સવારે પણ નક્સલીઓએ ગઢચિરૌલીમાં 27 ગાડીઓને આગચંપી કરી હતી.
પોલીસે માહિતી આપી છે કે, આ જવાન ગઢચિરૌલી જિલ્લાની એ જગ્યાએ જઇ રહ્યાં હતા, જ્યા આજે સવારે નક્સલીઓએ રૉડ નિર્માણના લગભગ બ ડઝન વાહનોને આપચંપી કરી હતી. પોલીસ તરફથી હુમલાની પુરેપુરી માહિતી આવવાની બાકી છે.#UPDATE Maharashtra: 10 security personnel injured in an IED blast by naxals in Gadchiroli. The blast was executed by naxals on a police vehicle which was carrying 16 security personnel. pic.twitter.com/PXBJaqPuF1
— ANI (@ANI) May 1, 2019
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















