શોધખોળ કરો
લોકસભા ચૂંટણી : NCPએ પ્રથમ યાદીમાં 12 ઉમેદવારોના નામ કર્યા જાહેર, સુપ્રિયા સુલે બારામતીથી લડશે ચૂંટણી
રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) એ લોકસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં મહારષ્ટ્રના 11 અને લક્ષદીપના એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.
નવી દિલ્હી: શરદ પવારની રાષ્ટ્રીય કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) એ લોકસભા ચૂંટણી માટે 12 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં મહારષ્ટ્રના 11 અને લક્ષદીપના એક ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ યાદીમાં પવાર પરિવારના એક જ સભ્ય સુપ્રિયા સુલેનું નામ છે. જ્યારે લક્ષદીપની સીટ પર મોહમ્મદ ફૈસલને ઉમેદવાર બનાવ્યા છે.
એનસીપીની પ્રથમ લિસ્ટમાં સુપ્રિયા સુલેને બારામતીથી ઉમેદવાર બનાવી છે. સુપ્રિયા સુલે બારામતીથી 2009 અને 2014ની લોકસભા ચૂંટણી જીતી ચુકી છે. મહારાષ્ટ્રની સતારા સીટથી ઉદયન રાજે ભોસલે એનસીપીના ઉમેદવાર રહેશે. કલ્યાણ બેઠક પરથી બાબાજી પાટીલ ચૂંટણી લડશે.
આ પહેલા કૉંગ્રેસે પણ પોતાની બીજી યાદીમાં મહારાષ્ટ્રનાથી પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ યાદીમાં ભાજપમાંથી કૉંગ્રેસમાં આવેલા નાના પોટલેને નિતિન ગડકરી સામે નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. તે સિવાય મુંબઈની બે સીટો પર પ્રિયા દત્ત અને મિલિન્દ દેવડાનું નામ પણ સામેલ છે.
મહારાષ્ટ્રમાં એનસીપી 20 બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જ્યારે કૉંગ્રેસના ભાગમાં 26 બેઠક આવી શકે છે. મહારાષ્ટ્રની અન્ય બે સીટ પર કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન રાડૂ શેટ્ટીની પાર્ટીને સમર્થન આપી શકે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં એનસીપી 4 સીટ જીતવા સફળ રહી હતી. જ્યારે કૉંગ્રેસે માત્ર બે સીટ પર વિજય થયો હતો. રાજ્યની અન્ય 42 સીટ પર એનડીએ ગઠબંધને કબ્જો કર્યો હતો.
લોકસભા ચૂંટણી પહેલા સુરતમાં લાગ્યા સાંસદ અને ધારાસભ્ય વિરુદ્ધના બેનર, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement