શોધખોળ કરો
Advertisement
16મી લોકસભા ભંગ કરવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી, PM મોદીએ રાષ્ટ્રપતિને સોંપ્યું રાજીનામું
પ્રાપ્ત માહિતી અનુસાર 26 મે ના રોજ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. ત્યાર બાદ 30 મે ના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ શપથ ગ્રહણનો કાર્યક્રમ યોજાઈ શકે છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામ બાદ નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિને મળીને પોતાનું અને મંત્રિમંડળનું રાજીનામું સોંપી દીધું છે અને વર્તમાન 16મી લોકસભાને ભંગ કરવાની ભલમાણ કરી છે. રાષ્ટ્રપતિએ નવી સરકારના કાર્યભાર સંભાળે ત્યાં સુધી પીએમ અને મંત્રિમંડળને કાર્યભાર સંભાળવા કહ્યું છે.
આ પહેલા કેન્દ્રીય કેબિનેટની બેઠક પીએમની ઓફિસમાં થઈ હતી. બેઠકમાં વર્તમાન સોળમી લોકસભા ભંગ કરવાની ભલામણ કરવાનો નિર્ણય થયો. કેબિનેટનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો જેના આધાર પર 16મી લોકસભાનો કાર્યકાળ પૂર્ણ જાહેર કરવામાં આવશે. જો કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ 3 જૂન સુધી છે.
17મી લોકસભાની રચના ત્રીજી જૂન પહેલા કરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર 26 મે ના રોજ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. ત્યાર બાદ 30 મે ના રોજ સાંજે પાંચ વાગ્યાની આસપાસ શપથ ગ્રહણનો કાર્યક્રમ થઈ શકે છે. 28 મે ના રોજ પીએમ મોદી વારાણસી જવાનો કાર્યક્રમ છે ત્યારે 29 તારીખે માતા હિરાબાના આર્શીવાદ લેવા જશે. સુરતઃસરથાણામાં ટ્યુશન ક્લાસિસમા ભીષણ આગ, 19 વિદ્યાર્થીઓના મોત, CM રૂપાણી ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા મોદી સુનામીમાં ઉડી ગઇ વંશવાદની રાજનીતિ, CMના પુત્રથી લઇ મહારાજ સુધીના બધા ઉમેદવારો હાર્યા ગુજરાતની 26 સીટ પર ખીલ્યું કમળ, જાણો કોણ કેટલી સરસાઇથી જીત્યું કાલે એનડીએ સંસદીય દળની બેઠક યોજાશે. બેઠકમાં ઔપચારિક રીતે પ્રધાનમંત્રી મોદીને સંસદીય દળના નેતા પસંદ કરવામાં આવશે. 25 મેના ભારતીય જનતા પાર્ટીના જીતેલા તમામ સંસદ સભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ભાજપને 542 બેઠકોમાંથી 303 બેઠકો પર જીત મેળવી છે. અને એનડીએ ગઠબંધનને 352 સીટો જીતી છે.PM Narendra Modi met the President today and tendered his resignation along with the Council of Ministers. The President has accepted the resignation and has requested Narendra Modi and the Council of Ministers to continue till the new Government assumes office. pic.twitter.com/dX4TltRA5S
— ANI (@ANI) May 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement