શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા સમાજવાદી પાર્ટીમાં સામેલ, લખનઉથી હશે ગઠબંધનના ઉમેદવાર
શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા ઉત્તરપ્રદેશની લખનઉ બેઠક પરથી ગઠબંધનના ઉમેદવાર હશે. પૂનમ સિન્હા મંગળવારે સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા. અટકળો ચાલી રહી હતી કે પૂનમ સિન્હા કૉંગ્રેસમાં સામેલ થશે, પરંતુ તેમણે સમાજવાદી પાર્ટીની સદસ્યતા લીધી હતી.
લખનઉ: શત્રુધ્ન સિન્હાના પત્ની પૂનમ સિન્હા ઉત્તરપ્રદેશની લખનઉ બેઠક પરથી ગઠબંધનના ઉમેદવાર હશે. પૂનમ સિન્હા મંગળવારે સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા. અટકળો ચાલી રહી હતી કે પૂનમ સિન્હા કૉંગ્રેસમાં સામેલ થશે, પરંતુ તેમણે સમાજવાદી પાર્ટીની સદસ્યતા લીધી હતી. પૂનમ સિન્હા 18 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરી શકે છે. સુત્રોની જાણકારી મુજબ ભાજપના દિગ્ગજ નેતા રાજનાથ સિંહ સામે પૂનમ સિન્હા લખનઉ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ પર પાર્ટીના કદાવર નેતા શત્રુધ્ન સિન્હા કૉંગ્રેસમાં સામેલ થયા હતા. ભાજપના નેતૃત્વથી તેઓ છેલ્લા ઘણા સમયથી નારાજ ચાલી રહ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતા રાજનાથ સિંહે ઉત્તર પ્રદેશના લખનઉ બેઠક પરથી આજે ઉમેદવારીપત્ર ભર્યું છે. રાજનાથ સિંહે ઉમેદવારી પત્ર ભરતા પહેલા જંગી રોડ શો કર્યો હતો.Lucknow: Shatrughan Sinha's wife Poonam Sinha joins Samajwadi Party in presence of Dimple Yadav. pic.twitter.com/sgFg3C5oRm
— ANI UP (@ANINewsUP) April 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion