શોધખોળ કરો
Advertisement
પ્રદિપસિંહ જાડેજા અને જીતુ વાઘાણી અલ્પેશ ઠાકોરના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
અમદાવાદમાં આવેલા રાણીપ સ્થિત અલ્પેશ ઠાકોરના નવનિર્મિત બંગલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હાજરી આપી હતી.
અમદાવાદ: લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારેથી અલ્પેશ ઠાકોરને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં આવેલા રાણીપ સ્થિત અલ્પેશ ઠાકોરના નવનિર્મિત બંગલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ હાજરી આપી હતી.
ભાજપના આ બન્ને નેતાઓ એટલા માટે હાજરી આપી હતી કે અલ્પેશ ઠાકોરના બંગલાનું વાસ્તુ હતું. આ પ્રસંગે ભાજપના બંન્ને દિગ્ગજ નેતાઓ જોવા મળ્યાં હતાં. આ દ્રશ્યો જોઈને હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતાં. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરૂદ્ધ પ્રવૃતિ કરી હતી.
મહત્વની વાત એ છે કે, કોંગ્રેસ તેના આધારે ચૂંટણીમાં મળેલા જનમતની વિરૂદ્ધ કૃત્ય બદલ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ્દ કરવાની પિટિશન સંદર્ભે વિધાનસભા અધ્યક્ષ ટ્રાયલ શરૂ કરે તે પહેલાં જ સોશિયલ મીડિયામાં અલ્પેશ ઠાકોર અને પ્રદિપસિંહ જાડેજા અને જીતુ વાઘાણીની મુલાકાતની તસવીરો વાયરલ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement