શોધખોળ કરો
Advertisement
કોંગ્રસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને થપ્પડ મારનાર યુવકે કેટલા લોકો સામે નોંધાવી ફરિયાદ, આંકડો જાણીને નવાઈ લાગશે
સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને થપ્પડ મારનારા કડીના તરૂણ ગજ્જરે 30થી 40 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તરૂણે જણાવ્યું હતું કે, તેના પર 30થી 40 લોકોનાં ટોળાંએ માર માર્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસે તરૂણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલને થપ્પડ મારનારા કડીના તરૂણ ગજ્જરે 30થી 40 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તરૂણે જણાવ્યું હતું કે, તેના પર 30થી 40 લોકોનાં ટોળાંએ માર માર્યો છે. સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસે તરૂણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના બલદાણા ગામે હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યો હતો ત્યારે તરૂણ ગજ્જરે સ્ટેજ પર જઈને હાર્દિક પટેલને થપ્પડ મારી હતી. થપ્પડ માર્યા બાદ હાર્દિક પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જોકે હાર્દિકે જાણવાજોગ અરજી જ આપી હતી જ્યારે થપ્પડ મારનારા તરૂણ ગજ્જરે પણ વઢવાણ પોલીસ સ્ટેશનમાં 30થી 40 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં તરૂણ ગજ્જરે જણાવ્યું હતું કે, થપ્પડ માર્યા બાદ સ્ટેજ પર હાજર 30થી 40 લોકોનાં ટોળાંએ તને ઢીકાપાટુનો માર માર્યો હતો. તરૂણની ફરિયાદ બાદ પોલીસે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement