શોધખોળ કરો
Advertisement
મમતા બેનર્જીને ઝટકો: TMCના કયા દિગ્ગજ નેતા ભાજપમાં જોડાયા, જાણો વિગત
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે. ગુરુવારે કોંગ્રેસના દિગજ્જ નેતા ટોમ વડક્કન અને TMCના નેતા અર્જુનસિંહ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતાં. વડક્કને કહ્યું હતું કે, મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. પુલવામા હુમલા બાદ તેઓ કોંગ્રેસના સેના પ્રત્યેના વલણના કારણે ઘણા દુઃખી હતા. જેના કારણે તેમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.
ટોમ વડક્કન સોનિયા ગાંધીના અંગત વ્યક્તિ ગણાતા હતા. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં વડક્કને કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસની વંશવાદની રાજનીતિથી પરેશાન થઈ ચુક્યા હતાં. જેનાથી કંટાળીને તેમને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત TMCના નેતા અર્જુન સિંહ પણ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા હતાં.
ભાજપમાં જોડાયેલા ટોમ વડક્કને કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસ નીતિથી ઘણાં પ્રભાવિત છે. આ જ કારણે તેઓ ભાજપમાં જોડાવાથી ઘણાં ખુશ છે. આ દરમિયાન તેમણે બીજેપી અધ્યક્ષ અમિત શાહના પણ વખાણ કર્યાં હતાં. તેમને વધુમાં કહ્યું હતું કે, હવે વાત વિચારધારાઓની નહીં પણ દેશપ્રેમની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement