શોધખોળ કરો
Advertisement
‘મોદી ક્યારેય સાચું નથી બોલતા, જો શ્રીલંકા ગયા હોત તો કહેત, રાવણને મેં માર્યો હતો’, જાણો ક્યા નેતાએ મોદી પર સાધ્યું નિશાન
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની જાહેરાત થતા જ પાર્ટી અને નેતાઓ એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના બાગપતમાં રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ ચૌધરી અજીત સિંહએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. એક ચૂંટણી રેલીમાં અજીત સિંહે પીએમ મોદીને લઈને કહ્યું કે, એ ક્યારેય સાચું નથી બોલતા. તેમણે કહ્યું કે, મોદી એટલા હોશિયાલ અને ચાલાક વ્યક્તિ છે કે જો તે શ્રીલંકા ચાલ્યા જાય તો પરત ફરીને કહે કે રાવણને મેં જ માર્યો હતો, કારણ કે દેશમાં બીજા કોઈએ તો કંઈ કર્યું જ નથી.
અજીત સિંહે આગળ કહ્યું કે, મોદી ખોટું બોલે છે. તે આજ સુધી સાચું નથી બોલ્યા. અજીત સિંહે કહ્યું કે, ‘બાળકોને શિખવાડવામાં આવે છે કે, સાચું બોલો. પરંતુ મોદીના માતા-પિતાએ નથી શીખવાડ્યું.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement