શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં એક વાગ્યા સુધી સરેરાશ 40% મતદાન, કયા રાજ્યમાં કેટલુ થયુ મતદાન, જાણો વિગતે
ચૂંટણી પંચે એક વાગ્યા સુધીનાં આંકડા જાહેર કર્યા છે, જેમાં ગુજરાતની 26 બેઠકોનું સરેરાશ મતદાન 40 ટકા નોંધાયુ છે. અહીં દરેક રાજ્યમાં કેટલા ટકા મતદાન થયુ તેનો આંકડો આપવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ ત્રીજા તબક્કામાં આજે દેશની 117 બેઠકો પર મતદાન ચાલી રહ્યુ છે. બીજેપી, કોંગ્રેસ સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ ઇવીએમમાં સીલ થયા છે. શરૂઆતમાં મતદાનનો જોશ બતાવ્યા બાદ મતદારો ઠંડા પડી ગયા હતા.
ચૂંટણી પંચે એક વાગ્યા સુધીનાં આંકડા જાહેર કર્યા છે, જેમાં ગુજરાતની 26 બેઠકોનું સરેરાશ મતદાન 40 ટકા નોંધાયુ છે. અહીં દરેક રાજ્યમાં કેટલા ટકા મતદાન થયુ તેનો આંકડો આપવામાં આવ્યો છે.
એક વાગ્યા સુધીની મતદાનની ટકાવારી....
ગુજરાતમાં 39.04 ટકા મતદાન, આસામમાં 33.07 ટકા, બિહારમાં 25.65 ટકા, ગોવામાં 28.57 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 4.72 ટકા, કર્ણાટકામાં 21.05 ટકા, કેરાલામાં 27.56 ટકા, મહારાષ્ટ્રમાં 17.96 ટકા, ઓડિશામાં 18.56 ટકા, ત્રિપુરા 29.32 ટકા, ઉત્તર પ્રદેશમાં 22.39 ટકા, પશ્ચિમ બંગાળમાં 35.00 ટકા, છત્તીસગઢમાં 28.31 ટકા, દાદરા અને નગર હવેલી 21.62 ટકા, દમણ અને દીવ 23.93 ટકા મતદાન નોંધાયુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion