Election 2024: ગુજરાતના આ સ્થળે મતદાન કર્યા બાદ મહિલાને આવ્યો હાર્ટ એટેક, મતદાન મથકે જ મોત
Lok Sabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ધોમધખતા તાપ વચ્ચે પણ લોકો મતદાન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ તો વરરાજા પણ મતદાન કરવા પહોંચ્યા છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે.
Lok Sabha Election 2024: ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ધોમધખતા તાપ વચ્ચે પણ લોકો મતદાન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ તો વરરાજા પણ મતદાન કરવા પહોંચ્યા છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 41 ટકા મતદાન થયું છે.
તો બીજી તરફ મતદાન આ આ પર્વ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આણંદ ખંભાત વિધાનસભાના ધુવારણમાં મહિલાને હાર્ટ એટેક આવ્યો છે. મહિલાએ મતદાન કર્યુને મતદાન મથક ઉપર જ આવ્યો હાર્ટ એટેક આવ્યો. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પોલિંગ ઓફીસરોએ મહિલાનો જીવ બચાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમને સફળતા ન મળી અને મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું. મૃતક મહિલાનું નામ સજનબેન સોલંકી હોવાનું અને તેઓ હરીપરા વિસ્તારના રહેવાસી હોવાની વાત સામે આવી છે. ચાલું મતદાને મહિલાનું નિધન થતા અરેરાટી મચી ગઈ છે.
રાજ્યની 25 લોકસભા બેઠક 3 વાગ્યા સુધીમાં સરેરાશ 41 ટકા મતદાન
ગુજરાતમાં તમામ 25 બેઠકો પર લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાઇ રહ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવ્યા છે. હાલમાં તાજા આંકડા પ્રમાણે, રાજ્યની 25 લોકસભા બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 41 ટકા મતદાન થયું છે. બનાસકાંઠામાં અહીં 48.89 ટકા મતદાન નોંધાયુ છે, તો પોરબંદરમાં સૌથી ઓછુ 32.60 ટકા નોંધાયુ છે. સૌથી વધુ મતદાન વલસાડ જિલ્લામાં નોંધાયું છે. અહીં વલસાડ બેઠક પર સૌથી વધુ 58 ટકા મતદાન નોંધાયું છે.
3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 41 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 41 ટકા મતદાન નોંધાયું છે. મતદાન પૂર્ણ થવામાં માત્ર અઢી કલાક જેટલો સમય બાકી છે. સૌથી વધુ મતદાન વલસાડ બેઠક પર જોવા મળી રહ્યું છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી બેઠકો પર જંગ જામ્યો છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી ખેડા બેઠક પર 40 ટકા મતદાન થયું છે. આણંદ બેઠક પર 43 ટકા મતદાન થયું છે.ભાવનગર બેઠક પર 36 ટકા મતદાન થયું છે. સુરેંદ્રનગર બેઠક પર 36 ટકા મતદાન થયું છે. હાઈપ્રોફાઈલ રાજકોટ બેઠક પર 41 ટકા મતદાન નોંધાયું છે.
બારડોલી લોકસભા બેઠક પર 43 ટકા મતદાન
3 વાગ્યા સુધીમાં બારડોલી લોકસભા બેઠક પર 43 ટકા મતદાન થયું છે.કામરેજ વિધાનસભા વિસ્તારમાં 33 ટકા મતદાન થયું છે. નિઝર વિધાનસભા વિસ્તારમાં 56 ટકા મતદાન થયું છે.બારડોલી વિધાનસભા વિસ્તારમાં 43.90 ટકા મતદાન થયું છે. મહુવા વિધાનસભા વિસ્તારમાં 42.31 ટકા મતદાન થયું છે.બારડોલીની માંગરોળ વિધાનસભામાં 43.66 ટકા મતદાન થયું છે.માંડવી વિધાનસભા વિસ્તારમાં 48.49 ટકા મતદાન થયું છે. વ્યારા વિધાનસભા વિસ્તારમાં 50 ટકા મતદાન થયું છે. 3 વાગ્યા સુધીમાં રાજકોટ બેઠક પર સરેરાશ 40 ટકા મતદાન થયું છે.જસદણ વિધાનસભા બેઠક પર સરેરાશ 36 ટકા મતદાન થયું છે. રાજકોટ પૂર્વ બેઠક પર સરેરાશ 39.31 ટકા મતદાન થયું છે.