આમિર અને કિરણ રાવના છુટાછેડાની ચર્ચા વચ્ચે ઇરા ખાને કર્યો મોટો ધડાકો, કરી દીધી આ ચોંકાવનારી પૉસ્ટ, જાણો.....
સોશ્યલ મીડિયા પર આને લઇને જબરદસ્ત ચર્ચા જોવા મળી રહી છે. જોકે આ ફેંસલાને લઇને થઇ રહેલી ચર્ચા વચ્ચે આમિર અને કિરણ રાવે લાઇવ આવીને પોતાની વાત કરી છે.
મુંબઇઃ ફિલ્મ સ્ટાર આમિર ખાન અને કિરણ રાવે અલગ થવાનો ફેંસલો કર્યો છે. આ ફેંસલા બાદ ફક્ત તેમના ફેન્સ જ નહીં પરંતુ બૉલીવુડની ગલીઓમાં પણ જોરદાર ચર્ચા થવા લાગી છે. સોશ્યલ મીડિયા પર આને લઇને જબરદસ્ત ચર્ચા જોવા મળી રહી છે. જોકે આ ફેંસલાને લઇને થઇ રહેલી ચર્ચા વચ્ચે આમિર અને કિરણ રાવે લાઇવ આવીને પોતાની વાત કરી છે. બન્ને કહ્યું તે ભલે હવે પતિ પત્ની તરીકેના સંબંધમાં ના હોય, પરંતુ હજુ પણ એક પરિવાર છે. તેમને કહ્યું કે તે હંમેશા સારા દોસ્ત રહેશે અને આને એક નવી શરૂઆત તરીકે જોવી જોઇએ.
ઇરા ખાને કરી ચોંકાવનારી પૉસ્ટ-
વળી, આ આખા માહોલની વચ્ચે આમિર ખાનની દીકરી ઇરા ખાને એક સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. જોકે ઇરા ખાન કોઇ ફિલ્મ સ્ટાર નથી પરંતુ આમિર ખાનની દીકરી હોવાના કારણે તે સોશ્યલ મીડિયા પર ખુબ ચર્ચિત છે. આમિર ખાન અને કિરણ રાવના અલગ થયા બાદ ઇરા ખાને જે પહેલી પૉસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કરી છે તેમાં તેને ફેન્સનુ ધ્યાન ખેંચ્યુ છે. ઇરાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર લખ્યુ કે - અગલા રિવ્યૂ કલ, આગળ શું થવાનુ છે?
વાયરલ થઇ ઇરાની પૉસ્ટ-
જોકે, ઇરાએ આ પૉસ્ટમાં બાકી કોઇ જાણકારી નથી આપી કે તે કોઇના વિશે વાત કરી રહી છે. પરંતુ આ પૉસ્ટ બાદ ફેન્સમાં સતત ચર્ચા ચાલી રહી છે કે ખરેખરમાં તે શેના વિશે વાત કરી રહી છે. ખૈર આમિર અને કિરણના અલગ થવાના ફેંસલા બાદ સતત આના કારણોને લઇને ચર્ચા ચાલી રહી છે, પરંતુ આમિરની દીકરી ઇરાએ જે પૉસ્ટ શેર કરી છે તે ચર્ચાને વધારે હવા આપી રહી છે.
Aamir Khan Divorce: ડિવોર્સના એલાન બાદ પહેલી વખત આમિર ખાનનું નિવેદન આવ્યું સામે, કહ્યું ' હજું પણ અમે ....'
આમિર અને કિરણે ડિવોર્સ લેવાની વાતને સ્પષ્ટ કરી દીધી છે. આ વીડિયો શનિવારે તેમને ડિવોર્સના એલાન કર્યાં બાદનો છે. વીડિયોમાં બંને સાથે બેઠેલા જોવા મળે છે. આમિરે કહ્યું કે, ' ડિવોર્સની વાત સાંભળીને આપને દુ:ખ થયું હશે. શોક પણ લાગ્યો હશે. જો કે અમે આપને જણાવી દઇએ કે, અમે બંને ખૂબ જ ખુશ છીએ અને હજું પણ અમે એક જ પરિવાર છીએ. બસ અમારા સંબંધોમાં થોડુ પરિવર્તન આવ્યું છે પરંતુ અમે એકબીજાને સાથે જ છીએ.પાની ફાઉન્ડેશન અમારી માટે આઝાદની જેમ છે.જેમ અમારૂ બાળક આઝાદ છે તેવી જ રીતે પાની ફાઉન્ડેશન છે. અમે હંમેશા એક ફેમિલી રહીશું, આપ લોકો બસ દુઆ કરો કે અમે હંમેશા ખુશ રહી શકીએ. બસ આટલું જ કહેવું હતું.