શોધખોળ કરો
Advertisement
અજય દેવગન તમિલ ફિલ્મ 'કૈથી'ની હિંદી રિમેકમાં જોવા મળશે
અજય દેવગન ફિલ્મના રોલને કન્ફર્મ કરતા ટ્વીટ કર્યું, હા હું તમિલ ફિલ્મ કૈથીની હિન્દી રિમેક કરી રહ્યો છું. ફિલ્મ 2021ના 12 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અજય દેવગન તમિલ ફિલ્મ કૈથીની હિંદી રિમેકમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 2019માં રિલીઝ થયેલ કૈથી ફિલ્મની હિન્દી રિમેકની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. ફિલ્મની લીડ સ્ટારકાસ્ટ માટે સલમાન ખાન અને રિતીક રોશનના નામની ચર્ચાઓ હતી. પરંતુ અજય દેવગન ફિલ્મના રોલને કન્ફર્મ કરતા ટ્વીટ કર્યું, હા હું તમિલ ફિલ્મ કૈથીની હિન્દી રિમેક કરી રહ્યો છું. ફિલ્મ 2021ના 12 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.
આ ફિલ્મને પ્રોડ્યૂસર એસઆર પ્રભુ રિલાયન્સ એન્ટરટેનમેન્ટ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે . ઓરિજિનલ ફિલ્મમાં લીડ રોલમાં કાર્તિ હતો. પ્રોડ્યૂસર એસઆર પ્રભુનું કહેવું છે કે, કૈથી ફિલ્મમાં કોઈ હિરોઈન નથી કોઈ ગીત નથી. આ હાઈ ઓક્ટેન ફિલ્મ ઓડિયન્સને મનોરંજન પૂરું પાડશે. અજય દેવગમ ફિલ્મ તાન્હાજીઃ ધ અનસંગ વોરિયરમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર કમાણી કરી છે. અજય તેની આગામી ફિલ્મ મૈદાનમાં ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળશે, જે એક બાયોપિક છે. આ સિવાય તે ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મમાં જોવા મળશે.IT'S OFFICIAL... #AjayDevgn to play lead in #Hindi remake of #Tamil film #Kaithi... Also, release date finalized: 12 Feb 2021... Produced by Ajay Devgn Ffilms, Reliance Entertainment and Dream Warrior Pictures.
— taran adarsh (@taran_adarsh) February 28, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement