![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: Poll of Polls)
મોટા પડદા પર ફ્લૉપ થઇ અક્ષયની આ ચર્ચિત ફિલ્મ, કમાણી કરવા હવે અહીં કરાશે રિલીઝ, જાણો
અક્ષય કુમાર, કૃતિ સેનન, અરશદ વારસીની ફિલ્મ 'બચ્ચન પાંડે' 15 એપ્રિલે ઓટીટી પ્લેટફોર્મ અમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે,
![મોટા પડદા પર ફ્લૉપ થઇ અક્ષયની આ ચર્ચિત ફિલ્મ, કમાણી કરવા હવે અહીં કરાશે રિલીઝ, જાણો Actor akshay kumar starrer bachchan pandey will release on ott after flop in theatre મોટા પડદા પર ફ્લૉપ થઇ અક્ષયની આ ચર્ચિત ફિલ્મ, કમાણી કરવા હવે અહીં કરાશે રિલીઝ, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/8e316657effd62c75b9068dff38d1ee8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારને મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ મળી રહ્યાં છે કે, તાજેતરમાં જ રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ 'બચ્ચન પાંડે'ને ખરાબ રિસ્પૉન્સ મળ્યો છે. ખરેખરમાં અક્ષયની આ ફિલ્મ ખુબ ચર્ચિત હતી, લાગતુ હતે કે આનો દર્શકો ખુબ ઇન્તજાર કરી રહ્યા છે, પરંતુ જ્યારે મોટા પડદા પર થિએટરમાં રિલીઝ થઇ તો કંઇક ખાસ રિસ્પૉન્સ ના મળ્યો અને ફ્લૉપ સાબિત થઇ.
'બચ્ચન પાંડે' ફ્લૉપ સાબિત થઇ, કેમ કે ફિલ્મ રિલીઝ થયા બાદ ફિલ્મના રિવ્યૂ પણ કંઇ ખાસ આવ્યા નહીં અને અક્ષયૉ-કૃતિનો જાદુ પણ બૉક્સ ઓફિસ પર ના ચાલ્યો. આવામા થિએટર્સ પર ફ્લૉપ થયા બાદ એક બીજો દાંવ લગાવવામાં આવશે. રિપોર્ટ છે કે, કમાણી કરવા માટે અક્ષયની 'બચ્ચન પાંડે'ને હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
અક્ષય કુમાર, કૃતિ સેનન, અરશદ વારસીની ફિલ્મ 'બચ્ચન પાંડે' 15 એપ્રિલે ઓટીટી પ્લેટફોર્મ અમેઝૉન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે, એટલે કે તમે થિએટર્સમાં આ ફિલ્મ ના જોઇ શક્યા હોય તો તમે ફોન પર પણ હવે આને જોઇ શકશો.
ફિલ્મ વિશે વાત કરતાં અક્ષયે કહ્યું કે, 'બચ્ચન પાંડે' એક આઉટ એન્ડ આઉટ કૉમેડી-એન્ટરેનર છે, અને આ ફિલ્મને તે દર્શકો માટે લાવવા માટે ખુબ ઉત્સાહિત છુ, જે મનોરંજનની ડૉઝ ચૂકી ગયા છે. દર્શક હવે પોતાના લિવંગ રૂમમાં આરામથી બેસીને આ ડ્રામા અને કૉમેડી ફિલ્મનો આનંદ લઇ શકશે.
આ પણ વાંચો.......
આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા
Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)