આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
એક સપ્તાહની અંદર, મહારાષ્ટ્રમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 12 રૂપિયા અને પીએનજીના ભાવમાં 9.5 રૂપિયા પ્રતિ ઘનમીટરનો વધારો થયો છે.
CNG-PNG Price Hike: મહારાષ્ટ્રનાં લોકોને મોંઘવારીનો બેવડો માર લાગ્યો છે. અહીં મંગળવારે રાત્રે સીએનજીના છૂટક ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 5 અને પીએનજીના રૂ. 4.50 પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાને કારણે લોકો પર ખર્ચમાં વધારો થવાનો બેવડો ફટકો પડ્યો છે.
ઈંધણના ભાવમાં વધારા પાછળનું આ જ કારણ છે
સીએનજી અને પીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરતા મહારાષ્ટ્ર ગેસ લિમિટેડે કહ્યું કે ખર્ચમાં વધારાને કારણે ઈંધણની કિંમતમાં વધારો કરવો પડ્યો છે. વધેલા દરો મંગળવાર મધરાતથી લાગુ થઈ ગયા છે. છેલ્લા એક સપ્તાહમાં તેમના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉ 6 એપ્રિલે CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 7 રૂપિયા અને PNGના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો હતો.
એક સપ્તાહમાં CNG 12 રૂપિયા અને PNG 9.5 રૂપિયા મોંઘો થયો છે
આ રીતે, એક સપ્તાહની અંદર, મહારાષ્ટ્રમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 12 રૂપિયા અને પીએનજીના ભાવમાં 9.5 રૂપિયા પ્રતિ ઘનમીટરનો વધારો થયો છે. મુંબઈમાં CNG હવે 72 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે અને રસોડામાં વપરાયેલ PNG 45.50 રૂપિયા પ્રતિ ઘનમીટર છે.
જોકે 31 માર્ચે કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો
મહારાષ્ટ્રમાં ગેસ સપ્લાય કરતી મુખ્ય કંપની મહારાષ્ટ્ર ગેસ લિમિટેડે જોકે 31 માર્ચે CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 6 અને PNGના ભાવમાં રૂ. 3.50 પ્રતિ ઘનમીટરનો ઘટાડો કર્યો હતો. તેનું મુખ્ય કારણ એ હતું કે રાજ્ય સરકારે આ ઈંધણના ભાવ પર વેટમાં 3 ટકાનો ઘટાડો કર્યો હતો, જે 1 એપ્રિલથી અમલમાં આવ્યો હતો.