શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના જાણીતા એક્ટર નવાજુદ્દીન સિદ્દીકીની બહેનનું 26 વર્ષની વયે સ્તન કેન્સરથી નિધન
ગત વર્ષે 13 ઓક્ટોબરે નવાજુદ્દીને બહેન સાયમા સાથે 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે તેણે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો હતો કે સાયમાંને 18 વર્ષની ઉંમરથી સ્તન કેન્સર છે
મુંબઈ: બોલિવૂડના જાણીતા એક્ટર નવાજુદ્દીન સિદ્દીકીની નાની બહેન સાયમા તમશી સિદ્દીકીનું 26 વર્ષની વયે નિધન થયું છે. તેની પૂણેના એક હોસ્પિટલમાં લાંબા સમયથી સ્તન કેન્સરની સારવાર ચાલી રહી હતી. જ્યાં તેનું નિધન થયું હતું. સાયમાને 18 વર્ષની ઉંમરથી જ સ્તન કેન્સર હતું.
સાયમાનું નિધન થયું તે સમયે નવાજુદ્દીન સિદ્દીકી અમેરિકામાં પોતાની ફિલ્મ ‘નો લેડ્સ મેન’ નું શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મને ખુદ નવાજુદ્દીન કૉ-પ્રૉડ્યુસ કરી રહ્યો છે.
ગત વર્ષે 13 ઓક્ટોબરે નવાજુદ્દીને બહેન સાયમા સાથે 25મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે તેણે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો હતો કે સાયમાંને 18 વર્ષની ઉંમરથી સ્તન કેન્સર છે. જેની સામે તે મોટી બહાદુરીથી લડતી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement