Kirron Kher Covid Positive: અભિનેત્રી કિરણ ખેર આવી કોરોનાની ઝપેટમાં, પોઝિટિવ આવતાં જ લોકોને કરી આ અપીલ
ભારતમાં ફરી એકવાર કોરોના જેવી બીમારીએ દસ્તક આપી છે. તે સેલેબ્સ વચ્ચે પણ પહોંચી ગઈ છે.
Kirron Kher Covid 19: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે કોરોના પોઝિટિવના આંક વધી રહ્યા છે. ત્યારે તેની શરૂઆત થતાં જ બોલિવૂડ સ્ટાર્સ તેની ઝપેટમાં આવવા લાગ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અને તેણે જલ્દી જ તેના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. કોરોના એક વાર ફરી વિસ્ફોટ કરવાની ફિરાકમાં હોય તેવું વધતાં આંક દર્શાવે છે. કિરણ ખેરે ટ્વિટર પર આ વિશે માહિતી આપતા લખ્યું કે મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. એટલા માટે મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ છે કે તેઓ વહેલી તકે પોતાનો રિપોર્ટ કરાવી લે. ફરી કોરોનાના આંક વધતાં લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
કિરણ ખેરને અગાઉ થયું હતું કેન્સર
2021માં કિરણ ખેરને મલ્ટિપલ માયલોમા (બ્લડ કેન્સરનો એક પ્રકાર) હોવાનું નિદાન થયું હતું. આ સમાચાર તેના પતિ અને અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર જાહેર કર્યા હતા. એક બીમારીની સારવાર દરમિયાન પડદાથી એક વર્ષ દૂર રહ્યા બાદ, તેણે ગયા વર્ષે રિયાલિટી શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં જજ તરીકે પુનરાગમન કર્યું હતું.
View this post on Instagram
કિરોણ ખેર મૂવીઝ
કિરણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો છે. કિરણે બોલિવૂડની ઘણી હિટ ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. તેમણે 'દેવદાસ', 'રંગ દે બસંતી', 'હમ તુમ, દોસ્તાના', 'મૈં હું ના' જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે લોકપ્રિયતા મેળવી હતી.
I have tested positive for Covid. So anyone who has come in contact with me please get yourself tested.
— Kirron Kher (@KirronKherBJP) March 20, 2023
અનુપમ ખેર સાથે કિરણ ખેરે કર્યા લગ્ન
તેણે 1985માં અભિનેતા અનુપમ ખેર સાથે લગ્ન કર્યા હતા. તેણીએ અગાઉ ગૌતમ બેરી સાથે લગ્ન કર્યા હતા અને 1981માં એક પુત્ર સિકંદર ખેરનો જન્મ થયો હતો. આ દરમિયાન વર્ક ફ્રન્ટ પર, અનુપમ 'ધ વેક્સીન વોર' અને 'ઇમર્જન્સી'માં જોવા મળશે. કિરણ ભારતના શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે.