જોકે કેટરિના માટે સલમાન એક પ્રેમી નહીં પણ એક સોલિડ સપોર્ટ સિસ્ટમ બની ગયો છે. તે સલમાન સાથે બધું જ શેર કરે છે પરંતુ તેની સાથે લગ્ન કરવા માંગતી નથી એમ સલમાનના એક ફેમિલી ફ્રેન્ડનું કહેવું છે. સલમાનના ફ્રેન્ડ્સ માને છે કે સલમાન ક્યારેય પણ લગ્ન કરશે તો તેની પત્નીને સલમાન-કેટરિનાની ફ્રેન્ડશિપથી મોટી તકલીફ થઈ શકે છે.
2/7
રણબીરને ડેટ કરતી વખતે પણ કેટરિના સલમાનની સલાહ લેતી હતી. તેણે રણબીર સાથે બ્રેકઅપ કર્યાં બાદ સલમાને જ તેને સપોર્ટ કર્યો હતો. સલમાનની માતા પણ ઈચ્છે છે કે, સલમાન કેટરિના સાથે લગ્ન કરી લે. સલમાનની માતા અને બહેનો કેટરિનાને ખૂબ પસંદ કરે છે.
3/7
સલમાનના ફ્રેન્ડ્સનું માનવું છે કે, સલમાનનું ચાલતું હોય તો તેણે 10 વર્ષ પહેલાં જ કેટરિના સાથે લગ્ન કરી લીધા હોત. પરંતુ કેટરિના કરિયર અને બીજા કેટલાંક કારણોસર લગ્ન કરવા માંગતી નહતી. સલમાન ઉપરાંત તે માત્ર રણબીર કપૂર સાથે સિરિયસ રિલેશનશીપમાં રહી હતી.
4/7
સલમાનના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે, અમારામાંથી ઘણાં બધાં કેટરિનાને કેટરિના ભાભી કહીને બોલાવે છે. તે ભાઈની પત્ની જેવી જ છે. સલમાન ખાન તેની માતા અને બહેનો પછી જો કોઈ સ્ત્રીને સૌથી વધુ માન આપતો હોય તો તે કેટરિના છે.
5/7
સુત્રો પ્રમાણે, સલમાનના જીવનમાં બાકી બધી યુવતીઓ આવે અને જાય છે પણ કેટરિના કાયમ રહેલી છે. સલમાનની નજીક હોય તેવા બધાં જ લોકો ઓળકે છે કે સલમાનના જીવનમાં કેટરિનાનું સ્થાન અન્ય કોઈ યુવતી લઈ શકે તેમ નથી.
6/7
એ વાત તો જગજાહેર છે કે કેટરિનાને તેના સૌથી કપરા સમયમાં સલમાને જ સાથ આપ્યો હતો. એ વાત અલગ છે કે ત્યાર બાદ કેટરિના રણબીર કપૂરના પ્રેમમાં પડી હતી. જોકે રણબીર સાથે બ્રેક અપ થયા બાદ ‘ટાઈગર ઝિંદા હૈ’ના શૂટિંગ સમયે સલમાન અને કેટરિના ફરી એકબીજાની નજીક આવી ગયા હતાં.
7/7
મુંબઈ: અભિનેતા સલમાન ખાન અને કેટરિના કૈફે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. પરંતુ તેમના વચ્ચે રિલેશનશીપની ચર્ચા હંમેશા રહી છે. બોલિવુડમાં તેના શરૂઆતના દિવસો દરમિયાન કેટરિના સલમાનના ગળાડૂબ પ્રેમમાં પડી હતી.