સ્વાતંત્ર્ય દિવસ પહેલા ટાઇગર શ્રોફે પોતાના અવાજમાં ગયુ અદભૂત 'વન્દે માતરમ્' ગીત, દેખાઇ જોરદાર દેશભક્તિ, જુઓ વીડિયો
આ ગીત ભારતીય રક્ષા દળો અને પ્રત્યેક ભારતીય નાગરિકને ટ્રિબ્યૂટ આપવા માટે લૉન્ચ કરવામાં આવ્યુ છે. ટાઇગર શ્રોફે ખુદ આ ગીતને ગાયુ છે. એક સિંગર તરીકે તેનુ આ પહેલુ સૉન્ગ છે.
મુંબઇઃ એક્ટર-પ્રૉડ્યૂસર જેકી ભગનાનીના મ્યૂઝિક લેબલ 'જસ્ટ મ્યૂઝિક' એ ટાઇગર શ્રોફની સાથે 'વન્દે માતરમ'નુ રિપ્રાઇઝ્ડ હિન્દી વર્ઝન લૉન્ચ કર્યુ છે. આ ગીત ભારતીય રક્ષા દળો અને પ્રત્યેક ભારતીય નાગરિકને ટ્રિબ્યૂટ આપવા માટે લૉન્ચ કરવામાં આવ્યુ છે. ટાઇગર શ્રોફે ખુદ આ ગીતને ગાયુ છે. એક સિંગર તરીકે તેનુ આ પહેલુ સૉન્ગ છે.
જેકી ભગનાનીએ પોતાના સોશ્યલ મીડિયા પર આ ગીતની એક ક્લિપને શેર કરી છે અને લખ્યુ- આ અમારા ગૌરવશાળી રક્ષા દળો અને અહીંના લોકોને સમર્પિત છે. મોટુ સન્માન અને ગર્વની સાથે, અમે તમને આ સ્પેશ્યલ ટ્રિબ્યૂટ આપીએ છીએ, હેશટેગ વન્દે માતરમ્..
વળી, ટાઇગર શ્રોફે પણ 'વન્દે માતરમ્' ગીતની એક નાનો વીડિયો શેર કર્યો અને લખ્યું- આ અમારા ગૌરવશાળી રાષ્ટ્ર અને તેના લોકોને સમર્પિત છે, આમ કરવા માટે આ એક અવિશ્વસનીય જર્ની રહી છે. મોટા સન્માન અને ગર્વની સાથે, હું તમારા માટે મારુ પહેલુ હિન્દી ગીત હેશટેગ વન્દે માતરમ્ પ્રસ્તુત કરુ છું, આ હંમેશા બહુજ ખાસ મારા દિલની નજીક રહેશે.
ટાઇગર શ્રોફે ફેન્સની સાથે શેર કરી ફિલિંગ્સ-
વન્દે માતરમ્ ગીતને લૉન્ચ કરતા પહેલા ટાઇગર શ્રોફે થોડી વાર માટે લાઇવ થયા અને ફેન્સ સાથે આ ગીતને લઇને પોતાની ફિલિંગ્સ શેર કરી હતી, ફેન્સે પણ ટાઇગરને તેના પહેલા ગીત માટે શુભેચ્છાઓ આપી અને તેના અવાજની પ્રસંશા કરી.
દિશા પટ્ટણી, રિતેશ દેશમુખ સહિતના કેટલાય સ્ટાર્સે કરી પ્રસંશા-
'વન્દે માતરમ્' મ્યૂઝિક વીડિયો પર ટાઇગર શ્રોફની રૂમર્સ ગર્લફ્રેન્ડ દિશા પટણીએ કૉમેન્ટ કરી, આટલી સુંદર અવાજે તેને ચમકાવી દીધી. જ્યારે રિતેશ દેશમુખે લખ્યું- અદભૂત મારા ભાઇ..... જય હિન્દ. દિશા પટ્ટણીની બહેન ખુશબુ પટ્ટણી, ટાઇગરની માં આયશા શ્રોફ, હિમેશ રેશમિયા, અરમાન મલિક, અભિનેતા સિદ્વાર્થ નિગમ સહિતના કેટલાય સેલેબ્સે કૉમેન્ટ કરીને ટાઇગરને શુભેચ્છા પાઠવી છે.