મારા ઘરમાં ભૂત રહેતુ હતુ, રાત્રે મને અથડાઇને દોડ્યુ તો મે ડરીને ઘર છોડી દીધુ, કઇ હૉટ એક્ટ્રેસે કર્યો આવો ખુલાસો.........
અલાયા એફે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તેના ન્યૂયોર્ક વાળા ઘરમાં જોરજોરથી ચાલવાનો અવાજ સંભળાતો હતો. એટલે સુધી કે તેનો શૉવર ઓટોમેટિક ચાલુ થઇ જતો હતો, એકવાર તો તેનો સામનો ભૂતથી પણ થઇ ગયો હતો.
નવી દિલ્હીઃ જવાની જાનેમનથી ફિલ્મી દુનિયામા પગ મુકનારી એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી અલાયા એફ હવે બૉલીવુડનો આ જાણીતો ચહેરો બની ગયો છે. અલાયા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને ફેન્સની સાથે હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે. પરંતુ તાજેતરમાં જ તેને એક ઇન્ટરવ્યૂમાં પોતાની જિંદગીનો તે કિસ્સો શેર કર્યો જે ખુબ જ ડરાવનો અને ભયાનક છે.
મારી સાથે મારા ઘરમાં રહેતુ હતુ ભૂત- અલાયા એફ
અલાયા એફે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તેના ન્યૂયોર્ક વાળા ઘરમાં જોરજોરથી ચાલવાનો અવાજ સંભળાતો હતો. એટલે સુધી કે તેનો શૉવર ઓટોમેટિક ચાલુ થઇ જતો હતો, એકવાર તો તેનો સામનો ભૂતથી પણ થઇ ગયો હતો. અલાયા એફે જણાવ્યું કે હું ન્યૂયોર્કના જે એપાર્ટમેન્ટમાં રહીને અભ્યાસ કરતી હતી, તેમાં એક ભૂત પણ રહેતુ હતુ. અડધી રાત્રે મને દોડવાનો અવાજ સંભળાતો હતો. ક્યારેક ક્યારેક તો શૉવર પોતાની જાતે જ ચાલુ થઇ જતો હતો.
રાત્રે કોઇ મને અથડાઇને ભાગ્યુ હતુ-
તેને આગળ જણાવ્યુ કે, મને લાગ્યુ કે કોઇ મને અડકીને મારી પાસેથી નીકળ્યુ છે. પછી લાગ્યુ કે કોઇ મારી આગળ મને અથડાઇને દોડતુ આગળ નીકળ્યુ છે. મારી સમજમાં ન હતુ આવી રહ્યું હતુ કે આ બધુ શું થઇ રહ્યું છે. પછી મને લાગ્યુ કે આ ઘરમાં કંઇક તો છે જે ભયાનક છે. અહીં પર પાક્કી કંઇક ગરબડ થઇ રહી હતી. આ ઘટના બાદ હું ઘરે પાછી ન હતી જવા માંગતી.
આ ફિલ્મથી કરી બૉલીવુડમાં એન્ટ્રી-
ઉલ્લેખનીય છે કે અલાયા એફે ફિલ્મ 'જવાની જાનેમન'થી પોતાની કેરિયરની શરૂ કરી હતી. તેમાં તે સૈફ અલી ખાનની દીકરી બની હતી. આ ઉપરાંત તે તાજેતરમાં જ એક મ્યૂઝિક વીડિયોમાં દેખાઇ ચૂકી છે. એટલુ જ નહીં અલાયા એફને ફિલ્મફેયરનો બેસ્ટ ફિમેલ ડેબ્યૂ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.