શોધખોળ કરો
Advertisement
લગ્ન પહેલા એક્ટ્રેસ કલ્કી કોચલિન બની માતા, દિકરીને આપ્યો જન્મ
કલ્કી કોચલિન લગ્ન પહેલા જ બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગના બાળકની માતા બની છે. પ્રેગ્રેન્સી દરમિયાન કલ્કિ પોતાના બેબી બંપની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હતી.
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ કલ્કિ કોચલિને પુત્રીને જન્મ આપ્યો છે. જેની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા જ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે કલ્કી કોચલિન લગ્ન પહેલા જ બોયફ્રેન્ડ ગાય હર્શબર્ગના બાળકની માતા બની છે. પ્રેગ્રેન્સી દરમિયાન કલ્કિ પોતાના બેબી બંપની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હતી અને તે પોતાના પહેલા બાળકને લઈને ખૂબજ ઉત્સાહિત હતી.
થોડા દિવસો પહેલા જ કલ્કિએ કહ્યું હતું કે તે વૉટર બર્થ દ્વારા બાળકને જન્મ આપવાનું પ્લાન કરી રહી છે. આ વર્ષના અંતમાં તે ગોવા જશે અને ત્યાં બાળકને જન્મ આપશે.View this post on InstagramCongratulations #kalkikoechlin she had a baby girl last night ❤❤❤
કલ્કીએ લગ્નને લઈને કહ્યું હતું કે તે પ્રેગ્રેન્ટ હોવાના કારણે લગ્ન કરવાની ઉતાવળ નહોતી કરવા માંગતી. તેણે કહ્યું હતું કે, હું લગ્નની વિરુદ્ધ નથી, અમે લગ્ન કરવા માંગીએ છીએ. પરંતુ હજુ સમય નથી આવ્યો.View this post on InstagramAnd then we shall rest... #familytime #goodbyevanya #hellolife ????@salomerebello
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement