શોધખોળ કરો
Advertisement
ફિલ્મમેકર્સની આ માંગના કારણે એક્ટ્રેસે છોડી દીધી એક્ટિંગ, જાણો વિગતે
મુંબઈઃ એક્ટ્રેસ કાની કુસૃતિએ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર ગંભીર આરોપ લગાવ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મ મેકર્સની સેક્સુઅલ ડિમાન્ડના કારણે તેણે એક્ટિંગ છોડી દીધી હતી. કાનીએ દાવો કર્યો કે, ફિલ્મ નિર્માતાએ મારી માતા સાથે સંપર્ક કર્યો. મેકર્સ ઈચ્છતા હતા કે હું તેની માંગો પૂરી કરું. મેકર્સે મારી માતાને સંપર્ક કરી મને સમજાવવાની વાત કરી હતી.
કાની કુસૃતિએ કોકટેલ અને શિખર જેવી નોંધનીય ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે તમિલ ફિલ્મો પિસાસૂ અને બર્મામાં નાનો રોલ કર્યો છે. જોકે, શોર્ટ ફિલ્મ માથી તેને ઓળખ મળી હતી. જે બાદ તે તમિલ દર્શકોમાં એક લોકપ્રિય ચહેરો બની ગઈ હતી.
કાનીની જેમ અનેક એક્ટ્રેસે પણ મલયાલમ-તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બીજી બાજુ સામે લાવવામાં મદદ કરી છે. સિંગર ચિન્મઇ શ્રીપદાથી લઈ રાઇટર લીના મણિમેકલઇ પણ ખુલીને સામી આવી છે. ચિન્મઇ શ્રીપદાએ ખુલાસો કર્યો હતો કે, સિંગર કાર્તિએ તેના નામનો ખોટો ફાયદો ઉઠાવીને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જોકે, કાર્તિએ તેના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું. પોતે નિર્દોષ હોવાનું જણાવી તેણે કહ્યું કે, મેં ક્યારેય કોઇ મહિલાને હેરાન કરી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion