શોધખોળ કરો
Advertisement
બોલીવૂડની આ હોટ એક્ટ્રેસે 48 વર્ષની ઉંમરે બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, જુઓ તસવીરો
મુંબઈ: બોલીવૂડ અભિનેતા આમિર ખાન સાથે ફિલ્મ 'જો જીતા વહી સિકંદર'માં જોવા મળેલી બોલીવૂડ એક્ટ્રેસ પૂજા બેદીએ પોતાના બોયફ્રેન્ડ માણેક કોન્ટ્રાક્ટર સાથે સગાઈ કરી છે. પૂજા બેદીની ઉંમર 48 વર્ષની છે. પૂજા બેદીએ જણાવ્યું કે, માણેકે તેને કઈ રીતે પ્રપોઝ કર્યું હતું. પૂજા અને માણેક ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
પૂજા બેદીએ ગુરૂવારે બોયફ્રેન્ડ માણેક સાથે એક તસવીર શેર કરી હતી. પૂજાએ પોતાની કોલમમાં લખ્યુ છે- મેં એંગેજમેન્ટ કરી લીધા છે. મારા પ્રેમે મને હજારો ફૂટ ઉપર હોટ એર બલૂનમાં પ્રપોઝ કર્યું હતું. જ્યારે તેણે મારી આંગળીમાં રીંગ પહેરાવી ત્યારે મારી આંખો ભરાઈ આવી હતી.View this post on Instagram
પૂજા બેદી માણેક કોન્ટ્રાક્ટર સાથે બીજા લગ્ન કરશે. પૂજાના પ્રથમ લગ્ન 1990માં થયા હતા. પહેલા લગ્નથી પૂજાને બે બાળકો પણ છે. પૂજાએ ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે.View this post on Instagram
પૂજા બેદીએ 1990માં ઈબ્રાહિમ ફર્નિચરવાલા સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેમના સંબંધોનો અંત આવ્યો અને તેમણે 2003માં ડિવોર્સ લીધા હતા.
દિગ્ગજ એક્ટર કબીર બેદીની દિકરી પૂજા બેદીને આમિર ખાનની 'જો જીતા વહી સિકંદર' ફિલ્મથી ઓળખવામાં આવે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
દેશ
અમદાવાદ
Advertisement