શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની કઈ-કઈ અભિનેત્રીઓ ઈશા અંબાણીની સાસરીમાં મળવા પહોંચી અને ત્યાં શું કર્યું? જાણો વિગત
અભિનેત્રી પ્રિયંકા ચોપરા મુંબઈમાં હોય છે ત્યારે પોતાનો દરેક દિવસ ખાસ બનાવવાની કોશિશ કરે છે. થોડા દિવસ પહેલા પ્રિયંકા ફેમિલી સાથે ડિનર પર ગઈ હતી. હાલમાં જ પ્રિયંકાએ એક ખાસ તસવીર શેર કરી છે.
મુંબઈ: અભિનેત્રી પ્રિયંકા ચોપરા મુંબઈમાં હોય છે ત્યારે પોતાનો દરેક દિવસ ખાસ બનાવવાની કોશિશ કરે છે. થોડા દિવસ પહેલા પ્રિયંકા ફેમિલી સાથે ડિનર પર ગઈ હતી. હાલમાં જ પ્રિયંકાએ એક ખાસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં પ્રિયંકા અને તેની બહેન પરિણીતી ચોપરા ખાસ ફ્રેન્ડ ઈશા અંબાણી પિરામલના ઘરે સાથે મળીને મસ્તી કરતાં જોવા મળ્યાં હતાં.
પ્રિયંકા ચોપરાએ આ તસવીર શેર કરીને ઈશાને પરફેક્ટ યજમાન ગણાવી હતી. ઈશાએ પોતાના ફ્રેંડ્સને રવિવારે આઈસ્ક્રીમ પાર્ટી માટે સાસરીમાં બોલાવ્યા હતા. આ પાર્ટીમાં પ્રિયંકાની બહેન પરિણીતી, સૃષ્ટિ બહલ આર્ય, રાધિકા મર્ચન્ટ અને તમન્ના દત્ત જોવા મળ્યાં હતાં. આ પાર્ટી માટે બધાં જ ફ્રેન્ડ્સે મળીને હોમમેડ આઈસ્ક્રીમ મેકરની મદદથી ઘરે જ આઈસ્ક્રીમ બનાવ્યો હતો અને એની મજા માણી હતી.
તસવીર શેર કરતાં પ્રિયંકાએ લખ્યું હતું કે, ઈશા હોમ મેડ આઈસ્ક્રીમ માટે થેન્ક્યૂ, લવ યૂ. તારું ઘર ખૂબ સુંદર છે. આલિયા ભટ્ટને ટેગ કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે, તે દરેક ક્ષણની મસ્તી મિસ કરી છે. આ તસવીરમાં બધાં એકદમ ખુશ જોવા મળી રહ્યા હતાં. નોંધનીય છે કે ઈશા અને પ્રિયંકા ખાસ મિત્રો છે. બંને એકબીજાના ત્યાં અવાર-નવાર પાર્ટી કરતાં કે પ્રસંગોમાં જોવા મળે છે.
પ્રિયંકાની આ પોસ્ટ પર પરિણીતીએ લખ્યું હતું કે, બેસ્ટ નાઈટ એવર. જ્યારે સૃષ્ટિ બહલે લખ્યું કે, ગેંગ #બેસ્ટ. હવે આ કમેન્ટ્સ પરથી સ્પષ્ટ થાય છે કે, બધાંએ ઈશાના ઘરે ખૂબ મસ્તી કરી છે. જોકે આ પાર્ટીમાં આલિયા ભટ્ટ સિવાય ઈશા અંબાણીની ભાભી શ્લોકા પણ ન જોવા મળી હતી અને રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
સમાચાર
ગુજરાત
Advertisement