શોધખોળ કરો
Advertisement
અક્ષયની આ સેક્સી એક્ટ્રેસ બનવા જઇ રહી છે 'નાની', બેબી શૉવરની તસવીરો પરથી ખુલ્યુ રાજ
બેબી શૉવરની તસવીરમાં રવિના પોતાની દીકરી છાયા સાથે દેખાઇ રહી છે, આ તસવીર ન્યૂટ્રીનિસ્ટ પૂજા મખીજાએ શેર કરી છે, અને તેના કેપ્શનમાં 'નાની' લખ્યુ છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ અને અક્ષય કુમારની હીરોઇન રવિના ટંડનને લઇને એક આશ્રર્ચજનક સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે રવિના ટંડન ટુંકસમયમાં 'નાની' બની જશે, એટલે કે રવિનાની દીકરી એક બાળકને જન્મ આપવાની છે.
હાલમાં રવિનાએ પોતાની દીકરીની બેબી શૉવરની પાર્ટી હૉસ્ટ કરી હતી, જેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. ખરેખરમાં એવું છે કે, રવિના ટંડને 1995માં એક દીકરીને એડૉપ્ટ કરી હતી, જેનુ નામ છે છાયા. હવે આ છાયા માતા બનવાની છે. આનો અર્થ એ થયો કે રવિના ટુંકસમયમાં 'નાની' બની જશે. આ બન્નેની બેબી શૉવર પાર્ટીની તસવીરો પણ વાયરલ થઇ છે.
બેબી શૉવરની તસવીરમાં રવિના પોતાની દીકરી છાયા સાથે દેખાઇ રહી છે, આ તસવીર ન્યૂટ્રીનિસ્ટ પૂજા મખીજાએ શેર કરી છે, અને તેના કેપ્શનમાં 'નાની' લખ્યુ છે.
નોંધનીય છે કે, બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડને વર્ષ 1995માં બે છોકરીઓને એડૉપ્ટ કરી હતી, તે સમયે પૂજાની ઉંમર 11 વર્ષ અને છાયાની ઉંમર 8 વર્ષની હતી. વળી એક્ટ્રેસ રવિનાએ 2004માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર અનિલ થડાની સાથે લગ્ન કરી લીધા હતા, હાલમાં તેને પોતાની એક દીકરી છે રાશા અને 11 વર્ષનો એક દીકરો પણ છે. રવિના ટંડન અક્ષય કુમાર સાથેના અફેરને લઇને ખુબ ચર્ચામાં રહી હતી, ફિલ્મ મોહરામાં કામ કર્યા બાદ બન્ને વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion