શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નાના પાટેકર વિરૂદ્ધ જાતીય શોષણના આરોપમાં આ એક્ટ્રેસે કરી ફરી તપાસની માગ
આ કેસની તપાસ કરી રહેલ ઓશીવાડા પોલીસ સ્ટેશનમાં આ વર્ષે જૂનમાં અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં બી-સમરી રીપોર્ટ દાખલ કર્યો હતો.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ હેશટેગ મી ટૂ આંદોલન અંતર્ગત બોલિવૂડ અભિનેતા નાના પાટેકર વિરૂદ્ધ તથાકથિત જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો જેમાં મુંબઈ પીલોસે નાના પાટેકરને ક્લીન ચિટ આપી દીધી છે. આ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યા બાદ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ક્લીન ચિટ આપવા વિરૂદ્ધ અરજી દાખલ કરવાનું મન બનાવ્યું હતું.
અભિનેત્રી તનુશ્રી દત્તાએ મંગળવારે મુંબઈ પોલીસ કમિશ્નર વિનંદી કરી છે કે તે તેની સાથે થયેલ કથિત છેડછાડના કેસમાં અભિનેતા નાના પાટેકર વિરૂદ્ધ ફરીથી તપાસના આદેશ આપે. તનુશ્રીએ માગ કરી છે કે પોલીસ તરફથી આપવામાં આવેલ ક્લોઝર રિપોર્ટ ફગાવી દેવામાં આવે, જેમાં તેને નાના પાટેકર વિરૂદ્ધ કોઈ સાક્ષી ન હોવાની વાત કરી છે અને કહ્યું કે, કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે.
આ કેસની તપાસ કરી રહેલ ઓશીવાડા પોલીસ સ્ટેશનમાં આ વર્ષે જૂનમાં અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં બી-સમરી રીપોર્ટ દાખલ કર્યો હતો. બી સમરી રિપોર્ટને ક્લોઝર રિપોર્ટ પણ કહેવામાં આવે છે અને આ ત્યારે દાખલ કરવામાં આવે છે જ્યારે પોલીસને આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવા માટે કોઈ સાક્ષી ન મળ્યા હોય.
તનુશ્રીના વકીલ નિતિન સતપુતે પોલીસ કમિશ્નરન સંજય બર્વેને મંગળવારે એક ઈમેલ મોકલીને કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી ફરી તપાસની માગ કરી છે. દત્તાએ ઓક્ટોબર 2018માં પાટેકર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion