શોધખોળ કરો

Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....

Gujarat Government Transfer: દોઢ મહિનાથી અટકેલી પ્રક્રિયાને વેગ મળશે: 21 નવા મંત્રીઓની કામચલાઉ વ્યવસ્થાનો અંત આવશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોસ્ટિંગનો ધમધમાટ.

Gujarat Government Transfer: ગુજરાત રાજ્યમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરબદલની તૈયારીઓ આખરે શરૂ થઈ ગઈ છે. સરકારી કાર્યક્રમોની વ્યસ્તતાને કારણે છેલ્લા દોઢ મહિનાથી અટકેલી નિમણૂક પ્રક્રિયા હવે ડિસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં વેગ પકડશે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ અત્યંત મહત્વપૂર્ણ રહેશે, જેમાં 21 જેટલા નવા મંત્રીઓને કાયમી ધોરણે PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પ્રાઈવેટ સેક્રેટરી) ફાળવવામાં આવશે. આ ઉપરાંત, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને IAS અને IPS અધિકારીઓની બદલીઓ અને પોસ્ટિંગનો ગંજીપો પણ ચીપાય તેવી પ્રબળ શક્યતા છે.

નવા મંત્રીઓ માટે કાયમી સ્ટાફની ફાળવણી

સરકારની રચનાને દોઢ મહિનો વીતી ગયો હોવા છતાં, નવા સમાવિષ્ટ થયેલા 21 મંત્રીઓ હાલમાં કામચલાઉ સ્ટાફથી કામ ચલાવી રહ્યા છે. અત્યાર સુધી સેક્શન ઓફિસર્સ (SO) અને ડેપ્યુટી સેક્શન ઓફિસર્સ (DySO) મંત્રીઓની ઓફિસની કામગીરી સંભાળી રહ્યા હતા. જોકે, હવે સરકારી કાર્યક્રમો પૂર્ણ થતા અને વહીવટી સ્થિરતા આવતા સરકાર આ મુદ્દે નિર્ણય લેવા જઈ રહી છે. આગામી સપ્તાહમાં જ આ તમામ મંત્રીઓને રેગ્યુલર અને કાયમી PA તેમજ PS ની ફાળવણી કરી દેવામાં આવશે, જેથી વહીવટી કામગીરી સુચારુ રીતે ચાલી શકે.

કોને કઈ જવાબદારી સોંપાશે?

સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા મંત્રીઓના સ્ટાફ માટે ચોક્કસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે.

PA (પર્સનલ આસિસ્ટન્ટ): મંત્રીઓના પીએ તરીકેની કામગીરી માટે SO, DySO અથવા ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.

PS (પ્રાઈવેટ સેક્રેટરી): મંત્રીઓના પીએસ તરીકેની મહત્વની જવાબદારી માટે ડેપ્યુટી સેક્રેટરી, એડિશનલ કલેક્ટર અથવા જોઈન્ટ સેક્રેટરી (ANE) કક્ષાના સિનિયર અધિકારીઓને મૂકવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને અધિકારીઓની બદલી

ડિસેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયું માત્ર મંત્રીઓના સ્ટાફ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ રાજ્યની અમલદારશાહીમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળશે. રાજ્યમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને ચુસ્ત કરવા માટે IAS (ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અને IPS (ઈન્ડિયન પોલીસ સર્વિસ) અધિકારીઓની બદલીઓ તોળાઈ રહી છે.

વેિટિંગમાં રહેલા IPS ને મળશે પોસ્ટિંગ

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અનેક IPS અધિકારીઓ પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે. પોલીસ બેડામાં ચર્ચા છે કે આગામી સપ્તાહમાં અથવા પખવાડિયામાં આ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવશે. સરકાર હવે વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરવા અને ચૂંટણીલક્ષી તૈયારીઓના ભાગરૂપે આ નિર્ણયો લેવા જઈ રહી છે. આમ, ડિસેમ્બરની શરૂઆત સચિવાલય અને પોલીસ ભવન માટે અત્યંત વ્યસ્ત રહેવાની છે.

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
Embed widget