શોધખોળ કરો
Advertisement
આદિત્યરોય કપૂર, દિશા પટની અને અનિલ કપૂરની ફિલ્મ 'મલંગ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
આદિત્ય રોય કપૂર અને દિશા પટણીની આગામી ફિલ્મ મલંગનું પ્રથમ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અનિલ કપૂર અને કૃણાલ ખેમૂ પણ મહત્વની ભૂમિકામાં છે.
મુંબઈ: આદિત્ય રોય કપૂર અને દિશા પટણીની આગામી ફિલ્મ મલંગનું પ્રથમ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અનિલ કપૂર અને કૃણાલ ખેમૂ પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મને મોહિત સૂરી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ટ્રેલર મુજબ, આદિત્ય રોય કપૂર અને દિશા પટનીને પ્રેમ થાય છે. એક્શન થ્રિલર ફિલ્મ મલંગમાં બે કિલર્સની પ્રેમની સ્ટોરી જોવા મળશે. 3D ઈફેક્ટવાળી ફિલ્મના ટ્રેલરમાં અલગ જ પ્રકારની સ્પીડ જોવા મળે છે.
જ્યારે દિશાની વાત કરવામાં આવે તો તે શાનદાર અંદાજમાં જોવા મળશે. ટ્રેલર મુજબ કલાકાર ફન માટે લોકોના કત્લ કરતા જોવા મળી રહ્યા છે. જેમ કે આદિત્યના ડાયલોગ- મારા માટે જાન લેવી મારો નસો છે તેનાથી માલુમ થાય છે.
ફિલ્મમાં આદિત્ય તથા દિશા પટનીની સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળશે. અત્યાર સુધી આ ફિલ્મના તમામ કેરેક્ટર્સના પોસ્ટર્સ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. એક પોસ્ટરમાં દિશા પટની એક્ટર આદિત્ય રોય કપૂરની ખભા પર બેસીને કિસ કરતી જોવ મળી હતી.
ફિલ્મ 'મલંગ'ને ભૂષણ કુમાર અને લવ રંજને પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મ7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. મોહિત સુરીએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement