ઉષા જાધવ આગળ જણાવે છે કે, ‘મને કહેવામાં આવતું હતું કે, એક્ટ્રેસે પોતાની મરજીથી સેક્સ કરવા આગળ આવવું જોઈએ. તે મને જ્યાં ત્યાં અડતો હતો, મને કિસ કરતો હતો, હું આ બધુ જોઈને શોક્ડ હતી. તે મારા કપડાની અંદર હાથ નાંખતો હતો, જ્યારે મેં તેને આમ કરવાથી રોક્યો તો તેણે કહ્યું કે, જો તેણે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું હોય તો આ એટિટ્યૂડ નહીં ચાલે.’
2/4
મરાઠી ફિલ્મ એવોર્ડ જીતનારી ઉષા જાધવે જણાવ્યં કે, એક વખત તેને પૂછવામાં આવ્યું હતું કે જો તને તક મળે તો તે બદલામાં શું આપશે. તેણે જણાવ્યું, ‘મેં જણાવ્યું કે મારી પાસે આપવા માટે રૂપિયા નથી. તો તે સાંભળીને મને કહેવામાં આવ્યું કે, ના રૂપિયાની વાત નથી, પરંતુ જો કોઈ તારી સાથે રાત વિતાવવા માગે, પછી તે પ્રોડ્યૂસર હોય કે ડાયરેક્ટર હોય કે પછી બન્ને હોય.
3/4
નવી દિલ્હીઃ થોડા દિવસથી બોલિવૂડથી લઈને ટોલિવૂડ સુધી કાસ્ટિંગ કાઉચ અને જાતીય શોષણ પર ખુલીને ચર્ચા ચાલી રહી છે. કોઈપણ ડર વગર અભિનેત્રીઓ સામે આવીને વિરોધ કરી રહી છે. હવે બીબીસીએ આ મામલે એક ડોક્યુમેન્ટ્રી બનાવી છે જેનું નામ છે ‘બોલિવૂડ ડાર્ક સીક્રેટ’. આ ડોક્યુમેન્ટ્રીમાં અભિનેત્રી રાધિકા આપ્ટે અને ઉષા જાધવે ઇન્ડસ્ટ્રીના અનુભવ શેર કર્યા છે. આ બન્ને અભિનેત્રીઓએ કહ્યું કે પીડિતા હંમેશા આગળ આવવાથી બચે છે. ઉષા જાધવે તો ચોંકાવનારી વાત કહી છે. તેણે કહ્યું કે, મને એવું કહેવામાં આવતું હતું કે કારકિર્દી બનાવવી હોય તો અભિનેત્રીએ સામેથી સેક્સ કરવા આવવું જોઈએ.
4/4
રાધિકા આપ્ટેએ આ પહેલા પણ ઘણી વખત આ મુદ્દે પોતાની વાત ખુલીને કહી છે. આ ડોક્યુમેન્ટ્રીમાં રાધિકાએ જણાવ્યું કે, આખરે શા માટે લોકો પીડિત હોવા છતાં ચૂપ રહે છે. રાધિકાએ આ ડોક્યુમેન્ટ્રીમાં કહ્યું કે, કેટલાક લોકોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. એ લોકો એટલા પાવરફૂલ હોય છે કે પીડિતાને લાગે છે કે તેનો અવાજ કોઈ સાંભળશે નહીં. અથવા તો લાગે છે કે જો તે અવાજ ઉઠાવશે તો મારી કારકિર્દી બર્બાદ થઈ જશે. રાધિકા આપ્ટેએ આશા વ્યક્ત કરી છે કે હોલિવૂડમાં ચાલી રહેલ જાતીય શોષણ વિરૂદ્ધ જેમ #MeToo કેમ્પેન શરૂ થયું, કદાચ બોલિવૂડમાં પણ આવું કંઈક થઈ શક્યું હોત.