શોધખોળ કરો
Advertisement
ખેડૂત આંદોલન પર પોપ સ્ટાર રિહાનાના ટ્વિટ બાદ બોલિવૂડની આ દિગ્ગજ હસ્તીઓેએ શું કહ્યું ? જાણો વિગતે
રિહાનાએ ભારતમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનને લઈને એક અહેવાલની લિંક શેર કરતાં આંદોલન દરમિયાન ઇન્ટરનેટ સેવા રોકવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે લખ્યું કે, આપણે આ મુદ્દે ચર્ચા કેમ નથી કરી રહ્યાં ?
નવી દિલ્હી: હોલિવૂડ પોપ સ્ટાર રિહાનાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને મંગળવારે એક ટ્વિટ કર્યું હતું. તેના બાદ ભારે હોબાળો મચી ગયો છે. બોલિવૂડની અનેક દિગ્ગજ હસ્તીઓ તેના પર પોતાની પ્રતિક્રિયાઓ જાહેર કરી છે. તેની સાથે જ બોલિવૂડની આ હસ્તીઓએ #IndiaTogether અને #IndiaAgainstPropaganda સાથે દેશની નીતિયો વિરુદ્ધ પ્રોપગેન્ડા ફેલાવનાર સામે સચેત રહેવા કહ્યું છે.
બોલિવૂડ એક્ટર અજય દેવગને ખેડૂત આંદોલનના નામ પર વિરોધ કરનારા લોકોથી સાવધાન કરતા કહ્યું કે, તેઓ કોઈ પ્રોપગેન્ડનો હિસ્સો ના બને. તેણે ટ્વીટ કરીને કહ્યું કે, “ભારત કે ભારતીયની નીતિયો વિરુદ્ધ કોઈ પણ પ્રોપગેન્ડાનો ભાગ ના બને. કોઈ પણ આંતરિક વિવાદ વગર એ મહત્વપૂર્ણ છે કે, એકસાથે ઉભા રહો.”
સુનિલ શેટ્ટીએ કહ્યું- અડધી જાણકારી ખૂબજ ખતરનાક
સુનિલ શેટ્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે, આપણે તમામ વસ્તુને હંમેશા વ્યાપક રીતે જોવું જોઈએ કારણ કે અડધા સત્યથી વધારે ખતરનાક બીજુ કંઈ ન હોઈ શકે.
કરણ જોહરે પણ લખ્યું કે, આપણે મુશ્કિલ સમયમાં રહી રહ્યાં છે અને હાલના સમયે દરેક મોડ પર ધીરજ રાખવાની જરૂર છે. એકસાથે આવો અને સમાધાન માટે તમામ પ્રયાસ કરો. ખેડૂત ભારતની કરોડરજ્જુ છે. કોઈને ભાગલા પાડવા ન દો.
અક્ષયે કહ્યું- સમાધાન માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે
અક્ષયે લખ્યું કે, “ખેડૂતો આપણા દેશના એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેમના મુદ્દાના ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મતભેદ પેદા કરનારા કોઈ પણ વ્યક્તિ પર ધ્યાન આપવાની જગ્યાએ એક સૌહાર્દપૂર્ણ સમાધાનનું સમર્થન કરે.”
વિદેશી હસ્તીઓને લઈ વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રદર્શનોને લઈ કેટલાક પોતાનો એજન્ડા ચલાવી રહ્યાં છે. આ મુદ્દા પર કોઈ પણ અભિપ્રાય આપતા પહેલા પૂરી જાણકારી મેળવી લેવી જોઈએ. વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જાણકારી વગર કોમેન્ટ કરવાને બેજવાબદાર ગણાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion