શોધખોળ કરો
Advertisement
અનેક ભાષાઓ પર હાથ અજમાવી ચુકેલી આ એક્ટ્રેસ હવે કાઠિયાવાડી બોલશે, જાણો કઈ ફિલ્મમાં ચમકશે
ટુ સ્ટેટસમાં તમિલ યુવતી અનન્ય સ્વામીનાથન બની હતી આલિયા, તો ઉડતા પંજાબમાં બિહારી હિન્દી બોલીથી પરિચીત થઈ.
નવી દિલ્હીઃ એ વાત તો બધા જાણે છે કે આલિયા ભટ્ટ ટૂંકમાં જ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગૂબાઈમાં કાઠિયાવાડી ચોકરીના રોલમાં જોવા મળસે. ઉપરાંત અહેવાલ મળી રહ્યા છે કે આ ફિલ્મ માટે આલિયા ભટ્ટ કાઠિયાવાડી ભાષા શીખશે. જણાવીએ કે, આ પહેલા આલિયા ફિલ્મ રાજી માટે ઉર્દૂ શિખી ચૂકી છે.
ટુ સ્ટેટસમાં તમિલ યુવતી અનન્ય સ્વામીનાથન બની હતી આલિયા, તો ઉડતા પંજાબમાં બિહારી હિન્દી બોલીથી પરિચીત થઈ. ગીલ બોયમાં બમ્બૈયા હિન્દીથી પરિચિત થઈ અને રાઝી માટે ઉર્દુ શીખી અને આરઆરઆર માટે તેલુગુ. સંજય લીલા ભણશાળીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં એ કાઠિયાવાડી સ્ટાઈલમાં ગુજરાતી બોલશે.
ગંગુબાઈને બળજબરી વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં ધકેલવામાં આવી હતી. એમ મનાય છે કે એણે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે વાતચીત પણ કરી હતી. કેટલાક અઠવાડિયામાં ફિલ્મ મુંબઈમાં ફલોર પર જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion