શોધખોળ કરો
OMG: અમિતાભ બચ્ચને રણવીર સિંહને આપ્યું આ ખાસ નામ, જાણો વિગતે
1/3

મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચન માટે તેની ઉંમર એક આંકડા બરાબર છે. એ વિચારવાની વાતછે કે અમિતાભ સાથે એક્ટિંગ કરનાર તમામ સ્ટાર એક્ટિંગ છોડીને ઘરે બેસા છે. પરંતુ અમિતાભ આજે પણ અનેક યુવા સ્ટાર કરતાં વધારે કામ કરે છે. એવામાં અમિતાભ બચ્ચને રવિવારે એક ઇવેન્ટ માટે પ્રેક્ટિસ કરતા રણવીર સિંહની મુલાકાત લીધી અને તેને લઈને એક ખાસ પોસ્ટ લખી.
2/3

અમિતાભ બચ્ચને શેર કરી તસવીરમાં રણવીર સિંહ તેમને ગળે મળતો જોવા મળે છે. કેપ્શનમાં અમિતાભે લખ્યું કે, પોલીસ માટે આયોજીત એક ખાસ ફંક્શનની તૈયારીમાં... જ્યાં મારી મુલાકાત થઇ એક ઇલેક્ટ્રિક ઇક્લેક્ટિક રણવીર સિંહ સાથે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ અને રણવીર સિંહ મુંબઇ પોલીસ માટે આયોજીત એક ફંક્શનના રિહર્સલ માટે પહોંચ્યા હતા.
Published at : 28 Jan 2019 08:16 AM (IST)
View More





















