Holi 2021:અમિતાભ બચ્ચને હોળીના અવસરે જયા અને અભિષેક સાથેની થ્રોબેક તસવીર કરી શેર અને લખ્યાં આ સોન્ગના શબ્દો...
બોલિવૂડના શહેંશાહ અમિતાભ બચ્ચને તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્રારા એક તસવીર શેર કરી છે. તેમાં અમિતાભ બચ્ચન તેમના દીકરા અભિષેક બચ્ચન અને જ્યા સાથે હોળી રમતા જોવા મળે છે. અમિતાભના ફેન્સે આ ફોટો પર જોરદાર રિએક્શન આપ્યું હતું. સોશિયલ મીડિયા પર આ ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

હોળીના અવસરે અમિતાભ બચ્ચને તેમના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર એક જુની તસવીર શેર કરી છે અને ફેન્સને હોળીની શુભકામના પાઠવી છે. તેમણે તેમના ફેમિલી સાથેની ફોટો પણ શેર કરી છે. આ ફોટોમાં અમિતાભ સાથે તેમની પત્ની જયા અને અભિષેક જોવા મળે છે. વર્ષ 1981માં બનેલી ફિલ્મ સિલસિલામાં રંગ બરસેનું સોન્ગ આજે પણ એટલું જ પ્રાસંગિક છે. દર વર્ષે હોળીના અવસરે આ સોન્ગ દરેક જગ્યાએ સાંભળવા મળે છે. તેમણે હોળીની થ્રોબેક તસવીર શેર કરતા ફોટો કેપ્શનમાં આ સોન્ગના બોલ પણ લખ્યાં છે. ‘રંગ બરસે ભીગે ચૂનર વાળી રંગ બરસે’
હોળીના અવસરે અમિતાભે આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. તેમણે ફોટો શેર કરતા લખ્યું કે, ‘રંગ બરસે ભીગે ચૂનર વાળી રંગ બરસે’ આ તસવીરમાં બિગ બી ખભા પર અભિષેકને ઉઠાવીને મસ્તીથી હોળી રમી રહ્યાં છે. ફેન્સ આ ફોટો પર જોરબાદ રિએકશન આપી રહ્યાં છે.
View this post on Instagram
ફેન્સે આપ્યું રિએક્શન
અમિતાભની આ થ્રોબેક તસવીર જોઇને એક ફેન્સે લખ્યું કે, ‘1981ની યાદો તાજી થઇ ગઇ’ આ સોન્ગ આજે પણ એટલું જ લોકપ્રિય છે, જેટલું તે સમયે થયું હતું. એક યુઝરે લખ્યું ‘ પરફેક્ટ ફેમિલી’ એક યુઝરે લખ્યું કે, ‘આપના અવાજમાં જાદૂ છે, આપને અને આપના પરિવારને હોળીની શુભકામના’ અમિતાભ બચ્ચન બહુ જલ્દી ફિલ્મ ‘ચેહરે’માં જોવા મળશ.આ ફિલ્મમાં રિયા ચક્રવર્તી પણ જોવા મળશે.