હવે અનિલની આગામી ફિલ્મ ‘ફન્ને ખાં’ 3 ઑગસ્ટે રિલીઝ થઈ રહી છે જેમાં તે ઐશ્વર્યા રાય અને રાજકુમાર રાવ સાથે મુખ્ય ભૂમિકામાં દેખાશે.
2/4
જણાવી દઈએ કે, અગાઉ અનિલ કપૂરે ખુલાસો કર્યો હતો કે, તેમને ઘણા લોકોએ ‘રેસ 3’માં કામ ન કરવાની સલાહ આપી હતી. ઘણા લોકોએ મને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, હું ‘રેસ 3’ ન કરું. પણ હું કોઈનું સાંભળતો નથી. હું ફક્ત મારા મનની વાત માનું છું અને પોતાની સમજદારીથી કામ કરું છું.
3/4
એક એન્ટરટેનમેન્ટ પોર્ટલ સાથે વાત કરતા અનિલ કપૂરે ‘રેસ 3’ સાઈન કરવા કારણના જવાબમાં મજાકિયા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, આ ફિલ્મ તેણે રૂપિયા માટે કરી હતી. અનિલે આગળ કહ્યું કે, ‘જો પૈસા કમાવવા પર ધ્યાન નહીં આપું તો ઘર કેવી રીતે ચાલશે. જો હું રૂપિયા નહીં કમાઉં તો મારી પત્ની મને ઘરમાં ઘૂસવા નહીં દે.’
4/4
નવી દિલ્હીઃ અનિલ કપૂર આજકાલ આગામી ફિલ્મ ફન્ને ખાંના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને ઐશ્વર્યા રાય બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. થોડા સમય પહેલા જ તેની ફિલ્મ રેસ 3 રિલીઝ થઈ હતી. અનિલે સલમાન ખાન સાથે આ ફિલ્મમાં કામ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં અનિલે રેસ 3માં કામ કરવાને લઈને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.