શોધખોળ કરો
પ્રિયંકા-દીપિકા બાદ ‘મણિકર્ણિકા’ ફિલ્મની આ એક્ટ્રેસ આગામી વર્ષે કરશે લગ્ન!
1/3

હાલમાં જ અંકિતા લોખંડેએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો, જેની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જોકે અંકિતા હાલમાં પોતાની ડેબ્યૂ ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જણાવીએ કે અંકિતા આ ફિલ્મમાં ઝલકારી બાઈની ભૂમિકામાં જોવા મળશે. ક્રિષના ડાયરેક્શનમાં બનેલ આ ફિલ્મ 25 જાન્યુઆરી 2019માં થિયેટરમાં જોવા મળશે.
2/3

અહેવાલ અનુસાર વર્ષ 2016માં સુશાંત સિંહ રાજપૂતથી અલગ થયા બાદ અંકિતા હાલમાં મુંબઈ બેસ્ડ બિઝનેસમેન વિકી જૈનને ડેટ કરી રહી છે. જ્યારે કેટલાક અહેવાલ અનુસાર અંકિતા 2019માં લગ્ન કરી શકે છે. એટલું જ નહીં તે હાલમાં વિકીના પરિવાર સાથે સમય પણ વિતાવી રહી છે અને ઘણી વખત તેની બહેનની સાથે પણ જોવા મળી છે. પરંતુ અંકિતા પોતાના આ સંબંધ ગુપ્ત રાખવા મગે છે.
3/3

મુંબઈઃ નાના પડદા બાદ ટૂંકમાં જ કંગના રનૌતની ધમાકેદાર ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’થી સિલ્વર સ્ક્રીન પર એન્ટ્રી કરવા જઈ રહેલ અંકિતા લોખંડે હાલમાં ખૂબ ચર્ચામાં છે. એક બાજુ ફિલ્મમાં તેની ભૂમિકાને લઈને તેની વાહવાહી થઈ હી છે તો હવે અંકિતા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં આવી છે.
Published at : 20 Dec 2018 09:51 AM (IST)
View More





















