શોધખોળ કરો
Advertisement
Indian Idolમાં અનુ મલિકની વાપસી પર ભડકી આ ગાયક, કહ્યું- ‘ઉંદર ગટરમાં વાપસી કરી રહ્યો છે’
સોનાની આ પોસ્ટ પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝર્સે લખ્યું કે આ દેશ માટે શરમની વાત છે જ્યારે અનુ મલિક જેવા લોકોને આગળ વધારવામાં આવે છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ સિંગર-મ્યુઝિક કમ્પોઝર અનુ મલિક વિતેલા વર્ષે જાતીય શોષ અને છેડછાડના આરોપમાં ફસાઈ ગયા હતા. મી ટૂ મૂવમેન્ટ અંતર્ગત 2 મહિલાઓએ અનુ મલાક પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેના કારણે અનુ મલિકને સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઈડલ-11માંથી પણ નીકળી જવું પડ્યું હતું. જોકે એક વર્ષની અંદર જ તેની શોમાં વાપસી થઈ રહી છે. અનુ મલિકની વાપસીથી તેના પર આરોપ લગાવનારી સોના મોહપાત્રા ગુસ્સામાં છે. તેણે નારાજગી વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં તેણે અનુ મલિકને ગટરનો ઉંદર કહ્યો છે.
સોનાએ લખ્યું, સોની ટીવી દ્વારા એક વર્ષની અંદર અનુ મલિકને ફરીથી ‘ઇન્ડિયન આઇડલ’ પર બોલાવી લેવો એ લોકોના મોં પર તમાચો સમાન છે, જે લોકો ભારતમાં તેના બાળક માટે એક બેસ્ટ અને સુરક્ષિત ભવિષ્ય ઇચ્છે છે. તેની સાથે તેણે લખ્યું #AnuMalik #RatReturnsToTheGutter & #SpreadingFilth. સોનાએ અનુ મલિકને ગટરનો ઉંદર કહેતા લખ્યું કે, ઉંદર ગટરમાં વાપસી કરી રહ્યો છે.
સોનાની આ પોસ્ટ પર અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝર્સે લખ્યું કે આ દેશ માટે શરમની વાત છે જ્યારે અનુ મલિક જેવા લોકોને આગળ વધારવામાં આવે છે. અર્જુન મલિકે સોનાન ટ્વીટ પર જવાબ આપતા શુઅરની તસવીર પોસ્ટ કરી છે. જણાવી દઇએ કે સોના મોહપાત્રા સિવાય શ્વેતા પંડિતે પણ અનુ મલિક પર ખરાબ વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. સોના મોહપાત્રા અને શ્વેતા પંડિત બાદ બે અન્ય મહિલાઓએ તેમની આપવીતી સંભળાવી હતી. જેમાથી એકનું કહેવું છે કે ઇ.સ 1990માં મારી મુલાકાત મહેબૂબ સ્ટુડિયોમાં અનુ મલિક સાથે થઇ હતી. જ્યાં તે એક ગીત રેકોર્ડ કરી રહ્યા હતા. આ દરમિયાન અનુ મલિકે તેના શરીરને ખરાબ રીતે અડવાની કોશિશ કરી. જ્યારે તેના આ વ્યવહાર માટે હેરાની વ્યક્ત કરી તો તેને માફી માંગી હતી.The rehabilitation of the multiple accused @IndiaMeToo Anu Malik by @SonyTV on Indian Idol within a year as judge is a slap to ALL the good people of #India who want a better & safer future for their children, let alone women. #AnuMalik #RatReturnsToTheGutter & #SpreadingFilth 🤮 https://t.co/6VWVMWmfjE
— ShutUpSona (@sonamohapatra) September 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement